Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭ પ્રસ્તાવના .
મુજબ દ્રવ્યના પર્યાય નહિ ઘટે. કારણ કે ગુણના વિકાર ગુણમાં રહે, દ્રવ્યમાં ન રહે. આમ દેવસેનજીની વાત પ્રાચીન દિગંબરીય વ્યાખ્યા સાથે મેળ ન ખાતી હોવાથી-વિરોધી હોવાથી દ્રવ્યના જ પર્યાય માનવા વ્યાજબી છે, ગુણના પર્યાય માનવાની વાત શાસ્ત્રબાહ્ય છે, તથા પ્રાચીન પરંપરાથી પણ બાહ્ય છે.
હવે બીજી વાત. આમ એક બાજુ ગુણનો વિકાર પર્યાય કહ્યા પછી દેવસેનજી પાછા પર્યાયના ભેદ બતાવતી વખતે બે પ્રકાર પાડે છે - (૧) દ્રવ્યપર્યાય, (૨) ગુણપર્યાય. અહીં દ્રવ્યપર્યાયનો ભેદ કહીને દેવસેનજી પોતાની જ વાતને પૂર્વાપર વિરુદ્ધ કરી રહ્યા છે. પછી ઉપાધ્યાયજી મહારાજ ખંડન કર્યા વિના રહી શકે ખરા ?
13
ઉપાધ્યાયજી મહારાજની અજબ-ગજબની પ્રતિભા છે. જ્યાં માર્ગસ્થ વાત દેખાય ત્યાં ચાહે સ્વદર્શન હોય કે પરદર્શન... પૂરા આદરથી એ વાતને તેઓ સ્વીકારે છે. પણ જ્યાં માર્ગથી વિરુદ્ધ પ્રરૂપણા થતી હોય તે પછી સ્વગચ્છીય હોય, પરગચ્છીય હોય, અન્ય ફીરકાના હોય કે અન્ય દર્શનના હોય.. કોઈની પણ સાડાબારી તેઓશ્રીએ રાખી નથી, કોઈનીય શેહ-શરમમાં તેઓ તણાયા નથી. રોકડું પરખાવી દેતા એમને વાર નથી લાગી.
અંતમાં બે ગાથામાં ઉપસંહાર કરીને આ ઢાળ પૂર્ણ કરવામાં આવી છે.
પંદરમી ઢાળ બે વિભાગમાં વહેંચાયેલી છે.
પ્રથમવિભાગની પહેલી ગાથા વાંચતા જ યોગશાસ્ત્ર (કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજ રચિત) નો પ્રથમ શ્લોક યાદ આવી જાય.
श्रुताम्भोधेरधिगम्य, सम्प्रदायाच्च सद्गुरोः ।
સ્વસંવેતનતભ્યાપિ, યોગશાસ્ત્ર વિરવ્યતે।। (યો.શા. ૧/૧)
બીજી ગાથામાં ષોડશકમાં કહેલા બાલાદિ ત્રણની વ્યાખ્યા કરીને ટબામાં ઉપાધ્યાયજી મહારાજ પંડિતજનની વ્યાખ્યાને વધુ ખોલે છે. તે એમના જ શબ્દોમાં...
‘એહ દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરઈ, તેહ જ પંડિત કહિઇ' આમ કહીને દ્રવ્યાનુયોગનું ખૂબ જ મહત્ત્વ બતાવી રહ્યા છે.
ત્રીજી, ચોથી, પાંચમી ગાથામાં ક્રિયા કરતાં જ્ઞાનનું કેટલું બધું મહત્ત્વ છે એ વાત વ્યવસ્થિત રીતે સમજાવી છે.
છઠ્ઠી ગાથામાં તો કમાલ કરી છે.. મહાનિશીથની સાક્ષી આપીને વૈયાવચ્ચની જેમ જ્ઞાન ગુણને પણ અપ્રતિપાતી જણાવ્યો છે.
એક વખત તો એવો પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં... ‘સર્વાં રિડિવારૂ, વેયાવધ્વં ત્રદિવાદ્' કહેવા દ્વારા વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ જણાવેલ છે. જ્યારે અહીં જ્ઞાન ગુણને પણ અપ્રતિપાતી જણાવેલ છે. આ વાત કઈ રીતે ઘટાવવી ?
કર્ણિકાકાર સાક્ષીપાઠો આપીને સરસ રીતે આ વાત ઘટાવી આપે છે.
વ્યવહારસૂત્રભાષ્યમાં વૈયાવચ્ચના ત્રણ પ્રકાર બતાવ્યા છે. અનુશાસ્તિ, ઉપાલંભ અને ઉપગ્રહ.