Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
12
• પ્રસ્તાવના ૦
પ્રાપ્તિ, સ્થિરીકરણ, વાત્સલ્ય, ઉપબૃહણા, ગુણાનુરાગ આદિની પ્રાપ્તિ થવાની સંભાવના છે. તેથી આપણા પ્રશસ્ત વ્યંજનપર્યાયોને સદા માટે છૂપાવવા દ્વારા ગંભીરતા કેળવવી અને બીજાના પ્રશસ્ત વ્યંજનપર્યાયોને પ્રગટ કરવાની ઉદારતા કેળવવી.'
ગાથા ૧૪ સુધી પર્યાયના બે પ્રકારની વિસ્તૃત ચર્ચા કર્યા પછી ગાથા ૧૫-૧૬ માં બીજી રીતે પર્યાયના ૪ પ્રકાર બતાવે છે, જે દિગંબરીય દેવસેનજીએ સ્વરચિત આલાપપદ્ધતિમાં જણાવ્યા છે. તે આ પ્રમાણે છે. (૧) સજાતીયદ્રવ્યપર્યાય. (૨) વિજાતીયદ્રવ્યપર્યાય. (૩) સ્વભાવગુણપર્યાય. (૪) વિભાવગુણપર્યાય. ચારેયના દૃષ્ટાંતો આપ્યા છે. ચણક-ચણકાદિ પુદ્ગલ દ્રવ્યના સજાતીયદ્રવ્યપર્યાય છે. જ્યારે મનુષ્ય વગેરે આત્માના વિજાતીયદ્રવ્યપર્યાય કહેવાય. મનુષ્ય વગેરે પર્યાયો રૂપી હોવાથી આત્માના વિજાતીયપર્યાય છે. તથા મનુષ્ય જીવંત હોવાથી પુદ્ગલનો વિજાતીયપર્યાય છે. કર્મક્ષયથી કેવલજ્ઞાન થતું હોઈ તે સ્વભાવગુણપર્યાય છે. જ્યારે મતિજ્ઞાનાદિ તે તે આવારક કર્મને પરાધીન હોઈ વિભાવગુણપર્યાય છે.
આ ચાર પ્રકાર બતાવ્યા પછી ઉપાધ્યાય મહારાજ જણાવે છે - આ પણ પ્રાયઃ સમજવું. કારણ કે પરમાણુ એ પણ એક પર્યાય છે. જેનો આ ચારમાંથી કોઈમાં સમાવેશ થતો નથી. પાછલા બે પર્યાયો ગુણપર્યાય હોઈ તેમાં સમાવાની શક્યતા જ નથી. તથા સજાતીય કે વિજાતીય દ્રવ્ય-પર્યાયમાં પણ તેનો સમાવેશ થાય તેમ નથી.
કર્ણિકાકાર આ પદાર્થને સરસ રીતે ખોલે છે. પૂર્વપક્ષ : “પરમાણુ પર્યાયાત્મક છે” એ વાત જ ખોટી છે.
ઉત્તરપક્ષ : પરમાણુ વિભાગજાત પર્યાયસ્વરૂપ છે. એ વાત સમ્મતિતર્ક જેવા શાસ્ત્રમાં બતાવેલ છે. તે આ રીતે : બે અણુનો સંયોગ થાય તેને યણુક કહેવાય. આ કવણુકનો વિભાગ થતા એટલે કે એમાં રહેલા બે અણુ છૂટા પડી જતાં અણુ ઉત્પન્ન થાય છે. આથી આ છૂટો પડેલો પરમાણુ વિભાગજાત પર્યાય કહેવાય.
ગાથા ૧૭ માં ઉપાધ્યાયજી મહારાજ જરા અલગ જ રીતે પેશ થાય છે. ૧૫-૧૬ મી ગાથામાં જે ઉપાધ્યાય મહારાજે દિગંબરીય દેવસેનજીને આગળ કર્યા એ જે ઉપાધ્યાયજી ૧૭ મી ગાથામાં દેવસેનજીનો ઉધડો લઈ નાંખે છે. એ પણ સખત શબ્દોમાં. “ઢું જાણઈ મનમાંહિ તે દેવસેન મહંત' એ દેવસેન પોતાના મનમાં શું સમજે છે ?
ટબામાં વળી આથી વધુ કડક ભાષા વાપરી છે. ‘દ્રવ્યપર્યાય-ગુણપર્યાય ઈત્યાદિક કહતો નયચક્રક દિગંબર દેવસેન મનમાંહિ હું જાણઈ છઈ ? અર્થાત્ કાંઈ જાણતો નથી, પૂર્વાપરવિરુદ્ધભાષણથી.
વાત એમ છે.. પ્રાચીન દિગંબરીય વ્યાખ્યા મુજબ દ્રવ્યના વિકારને જ પર્યાય તરીકે બતાવેલ છે. નહિ કે ગુણના વિકાર તરીકે. જ્યારે દેવસેનજી એ ગુણનો વિકાર પર્યાય કહ્યો.. તો હવે તેમના મત