Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
10
• પ્રસ્તાવના : ૨. એની નીચે મહો. રચિત ટબો (સ્વોપલ્સ) છે. ૩. ત્યાર બાદ ગણિવર્યશ્રી દ્વારા રચિત મૂળ રાસની ગાથાનું સંસ્કૃત શ્લોકમાં રૂપાંતરણ છે. જેનું નામ
છે દ્રવ્યાનુયોગ-પરામર્શ. ૪. એ પછી આવે છે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા. જે દ્રવ્યાનુયોગ-પરામર્શની ટીકા સ્વરૂપ છે. વળી
સ્વોપજ્ઞ છે. ૫. ત્યાર બાદ આવે છે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસરૂપ ગુજરાતી વિવેચન. ૬. દરેક ગાથાનું ગુજરાતી વિવેચન પૂર્ણ થયા બાદ છેલ્લે... દરેક ગાથાનો આધ્યાત્મિક ઉપનય સંસ્કૃત
અને ગુજરાતી ભાષામાં મૂકાયો છે.
પ્રથમ એકથી પાંચ ભાગમાં એકથી બાર ઢાળ માટે પ્રસ્તાવનામાં સમીક્ષા થઈ ગઈ હોવાથી પ્રસ્તુત છઠ્ઠા ભાગમાં તેરમી, ચૌદમી, પંદરમી ઢાળ છે. એ ત્રણ ઢાળને જરા ઉડતી નજરે જોઈ લઈએ.
દ્રવ્યની વાત વિસ્તારથી આગલી ઢાળોમાં થઈ ગઈ છે. તેરમી ઢાળમાં ગુણની વાત કરી છે. ગુણના નવ પ્રકારના સ્વભાવ તેના ભેદ અને પ્રભેદની સાથે અહીં વર્ણવાયા છે.
એક મજાની ચર્ચા છેડાઈ છે ગાથા નં. ૮ માં. આત્મા અમૂર્ત હોવા છતાં અસભૂતવ્યવહારનયથી આત્મા મૂર્તસ્વભાવવાળો પણ કહેવાય. એવી લોકવ્યવહાર પણ જણાય છે. દા.ત. બે ભગવાન લાલવર્ણવાળા છે. બે શ્યામવર્ણવાળા છે વગેરે. અહીં જોવા જઈએ તો ભગવાન લાલ/પીળા નથી...(કારણ કે આત્માને કોઈ વર્ણ નથી હોતો) પણ ભગવાનનું શરીર તે તે વર્ણવાળું છે. તેમ છતાં “ભગવાન અમુક વર્ણવાળા છે' - એમ બોલાય છે.
મૂળકાર આટલી વાત ટબામાં કરીને અટકી ગયા. કર્ણિકાકાર આ ચર્ચાને આગળ લંબાવે છે. તીર્થકરના અતિશયો અને તીર્થકરના શરીરને લગતી કરાતી સ્તુતિ વ્યવહારથી તીર્થંકરની સ્તુતિ કહેવાય. નિશ્ચયથી ન કહેવાય. સમયસારનો સાક્ષીપાઠ આપીને આ વાતને વધુ મજબૂત કરી છે. “કેવલજ્ઞાની ભગવંતના પુદ્ગલમય શરીરની સ્તુતિ (અને વંદન) કરીને મહાત્મા માને છે કે મેં ખરેખર કેવલજ્ઞાની ભગવાનની સ્તુતિ અને વંદન કર્યા. પરંતુ આ વાત નિશ્ચયનયના મત મુજબ યુક્તિસંગત થતી નથી. કારણ કે શરીરના લાલ, પીળા વગેરે વર્ણ, આકાર વગેરે શરીરના જ ગુણધર્મો છે. કેવલજ્ઞાનીના ગુણધર્મો નથી. તેથી જે કેવલજ્ઞાનીના ગુણોની સ્તુતિ કરે છે તે જ પરમાર્થથી કેવલજ્ઞાનીની સ્તુતિ કરે છે.”
આ ચર્ચાનો આટલો સાર કાઢી શકાય.. જે બાળ જીવો છે તેને આકર્ષવા માટે પ્રભુનો દેહ, પ્રભુના અતિશયો, પ્રભુ પ્રતિમાની ઊંચાઈ, પ્રતિમાની અંગરચના મહત્ત્વના છે. જ્યારે જેઓ પંડિત છે, પ્રબુદ્ધ છે એના માટે ભગવાનની પ્રતિમા નાની હોય કે મોટી, શ્યામ હોય કે શ્વેત, ધાતુની હોય કે પાષાણની... બધું જ સમાન છે. કારણ કે એની દૃષ્ટિ પ્રતિમા સુધી નહિ પણ પરમાત્મા સુધી પહોંચેલી હોય છે. અર્થાત્ એને દરેક પ્રતિમામાં સાક્ષાત્ પરમાત્માના દર્શન થાય છે. અને એ પરમાત્મામાં રહેલા વીતરાગતા, નિર્વિકારિતા, નિષ્કષાયતા, અસંગતાદિ ગુણો તો બધામાં સમાનપણે જ રહેલા છે.
આવી જ એક ચર્ચા છે ગાથા નં. ૯ માં. અસંભૂત વ્યવહારનયથી અમૂર્ત એવા આત્માને જો