Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લાગે છે અને આવા કટોકટીના પ્રસંગોમાં ઘણી સમતા રાખી હશે ત્યારે જ “અબ મોહે ઐસી આય બની, પ્રભુ તું મુજ એક ધણી' જેવાં ભાવવાહી પદો તેઓશ્રીના મુખમાંથી નીકળેલાં આપણને મલ્યાં છે. તેના માનમાં જ તેઓશ્રી વધારે મગ્ન બન્યા છે.
ઉપાધ્યાયજી મ. શ્રીએ કેવલ વિઠ્ઠલ્મોગ્ય જ સાહિત્ય બનાવીને સંતોષ માણ્યો નથી. પરંતુ બાલજીવોનો પણ ઉપકાર થાય તેવી ઉત્કંઠાથી બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવેલ છે અને જુદા-જુદા આનંદદાયક રાગોમાં ગુજરાતી ભાષામાં કાવ્યમય સુંદર રચનાઓ પણ કરેલી છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં પૂ. ઉપાધ્યાજી મ. શ્રીએ જ કહ્યું છે કે “દેવોને અમૃત ઉપલબ્ધ હોવા છતાં દેવાંગનાઓના અધર પાનમાં જ તેઓને વધારે રસ હોય છે. તેમ મને સંસ્કૃત-પ્રાકૃત કરતાં ગુજરાતી ભાષા મારી માતૃભાષા હોવાથી તથા ઘણી પ્રિય હોવાથી તેમાં લખવાનો મને ઘણો આનંદ છે.
ક્યાં તેઓશ્રીના આયુષ્યની સીમા? અને ક્યાં આટલી બધી જટિલ અને દુર્બોધ ગ્રંથરચના? સાથે સાથે સાધુપણાની સામાચારી સાચવી રાખવાની પણ પુરેપુરી ભાવના, ત્યાગ-તપ-ઉદાત્ત-ચારિત્ર અને સમાજની સાથેના સંબંધો જાળવીને આટલું બધું શાસ્ત્રસર્જન સરજવું. આ કંઈ નાની અને સામાન્ય વાત નથી. હૃદયમાં રહેલો વૈરાગ્ય, અધ્યાત્મરસ અને જૈનશાસનનો સાચો પ્રેમ જ દુષ્કર કાર્યને સુકર બનાવે છે. ક્યારેક ક્યારેક તો આ કવિરાજના મુખેથી એવી સુંદર સૂક્તિરૂપ પંક્તિઓ નીકળી પડે છે કે જેને વારંવાર દોહરાવવાનું જ મન થાય છે. તેવી કેટલીક પંક્તિઓ, જેમ કે
જ્ઞાન દર્શન ચરણગુણા વિના, જે કરાવે કુલાચાર રે, લુંટીયા તેણે જન દેખતાં, કહાં કરે લોક પોકાર રે. ૧-૩ વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુણ મદપૂર રે, ઘૂમઘમ ઘમ ઘમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. ૧-૭ મન થકી મીલન મેં તજ કીયો. ચરણ તજ ભેટવા સાંઈ રે, કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. ૧૧-૫ તુજ વચન સુખ આગળે, નવિ ગણું સુરનર શર્મ રે, કોડી કપટ જો કોઈ દાખવે, નવ તજું તો ય તુજ ઘર્મ રે ૧૧-૬ કોડી છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એક રે, કીજીએ સાર સેવક તણી, એ તુજ ઊંચિત વિવેક રે. ૧૧-૮
સવાસો ગાથાનું સ્તવન ખંડ ખંડ પંડિત જે હોવે, તે નવિ કહીયે નાણી, નિશ્ચિત સમય લહે તે નાણft, સમ્મતિની સહી ના. ૧-૧૩ નિજ સંચે, મન નવ ખંચે, ગ્રંથ ભણી જત સંચે, ઉંચે કેશ ન સંચે માયા, તો વ્રત ન રહે પંચે. ક. ૧૫-૨૦ યોગગ્રંથના ભાવ ન જાણે, તો ન પ્રકાશ, ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ઘન્ય. ૧૫-૨૧