________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] નિશ્ચયમોક્ષમાર્ગ પર્યાય-અંશ હોનેસે વ્યવહાર હોનેસે પરદ્રવ્ય હૈ, પરભાવ હૈ, હેય હૈ, ગજબ વાત હૈ! ગજબ વાત હૈ! ! પ્રભુ તેરી લીલા કૈસી હૈ તેરે ખબર નહીં હૈ! ૨૯.
* શરીર રાગ તો આત્મા નહિ પણ એક સમયની શુદ્ધ પર્યાય ક્ષાયિક પર્યાય પણ આત્મા નહિ, ખરેખર આત્મા તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ પરમપરિણામિક ભાવ જ આત્મા છે. સંવર-નિર્જરા-મોક્ષ પર્યાય પણ આત્મા નહિ, ઉપાદેય નહિ, ઉપાદેય તો કારણ પરમાત્મા જ છે. ૩૦.
* અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો માર્ગ સેવવો, આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, એ એને ભાસમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું... જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૩૧.
* શાસ્ત્રમાં તો એકલા તત્ત્વના સિદ્ધાંતો જ ભર્યા છે. ભ્રાંતિ છોડીને નિશ્ચંતપણે એમ ભાવના કર કે “જે જિનેન્દ્ર છે તે જ હું છું” અલ્પજ્ઞ અને રાગદ્વેષ અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ અખંડ વીતરાગ છું, ભગવાન જ છું-એવી નિર્ભત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ. કેટલું જોર હોય ત્યારે આવો નિર્ણય થઈ શકે! ૩ર.
* ભાઈ ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો એથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે બધા જીવો સંસારી છે? ભાઈ ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે, સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૩૩.
* આ બાજુ પરમેશ્વર પદ પડયું છે તેનું અજ્ઞાનીને કાંઈ માહાભ્ય આવતું નથી, તેથી કાંઈ કિંમત દેખાતી નથી અને આ બાજુ એક વિકલ્પ ઊઠે છે ત્યાં તો તેને ઓહોહો ! થઈ જાય છે. વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ અને માહાભ્ય ભાસે છે એ જ મિથ્યાત્વ છે. ૩૪.
પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, પરકી આશ કહાં કરે પ્રીતમ! યે કણ બાતે અધૂરા? આહાહા! પ્રભુ તું પૂરો છો, તારા પ્રભુત્વ આદિ એક એક ગુણ પૂરણ છે. તારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com