________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૨૧ * દ્રવ્યદૃષ્ટિમાં આત્મા જ્ઞાયક જ છે, તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી, અચેતનરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે પરિણમે તો અચેતન થઈ જાય તેથી તે પ્રમત્ત-અપ્રમત્તપણે થયો નથી. અસંખ્ય પ્રદેશે જ્ઞાનનો પૂંજ જ્ઞાયક છે તે શુભાશુભ ભાવે કેમ પરિણમે ? તેથી શુભાશુભ ભાવવાળો જીવ એમ કહેવું તે “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર છે. ૯૮.
* ભૂત ને ભવિષ્યની બધી પર્યાયો અવિદ્યમાન છે છતાં જ્ઞાનમાં વિદ્યમાન જ છે. જ્ઞાનમાં તો તેઓ વિધમાન જ છે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. પ્રભુ ! તારો સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપી છે. એ સર્વજ્ઞસ્વરૂપી પર્યાય પ્રગટે તેમાં ત્રણકાળના પર્યાયો સ્થિરબિંબ પડ્યા છે. આહાહા! આ વાત જેને જ્ઞાનમાં યથાર્થ બેઠી તેને ભવનો અંત આવી ગયો! એને કેવળજ્ઞાન થયે જ છૂટકો, એના ક્રમમાં કેવળજ્ઞાન આવશે જ અને એ કેવળજ્ઞાન અત્યારે બીજાના કેવળજ્ઞાનમાં અકંપપણે અÍઈ જ ગયું છે. ૯૯.
* ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ કરતાં પરિણતિના પકારકની ક્રિયાનું લક્ષ છૂટી જાય છે. પર્યાયના પકારકની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે ત્રિકાળી નિર્મળ અનુભૂતિ તે હું છું એમ લક્ષ કરતાં સમ્યગ્દર્શન થાય છે. વિકારના પકારક તો દૂર રહ્યાં પણ જ્ઞાનની પર્યાયના પકારકનાં પરિણમનનું લક્ષ પણ છોડીને તેનાથી ભિન્ન છું એવી દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. ૧OO. | * શુદ્ધાત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગથી મોક્ષને કરે છે અને શુદ્ધાત્માની અનુભૂતિના અભાવમાં શુભાશુભ ઉપયોગથી બંધને કરે છે; તોપણ શુદ્ધ પરમ પરિણામિકભાવ બંધ-મોક્ષને કરતો નથી, શુભાશુભ ભાવને કરતો નથી ને અનુભૂતિને પણ કરતો નથી. પરમભાવની દૃષ્ટિથી અનુભૂતિનો તથા શુભાશુભ ભાવનો અકર્તા છે. ૧૦૧.
* આ દ્રવ્ય-સ્વભાવના ઊંડા સંસ્કાર નાખે તેને કાર્ય થવાનું જ છે. જેમ અપ્રતિતપણે સમ્યગ્દર્શન થાય છે તેને ક્ષાયિક સમ્યક થવાનું જ છે, તેમ અંતરની સાક્ષીમાં હું જ્ઞાયક.. જ્ઞાયક.. છું, રાગાદિ તે હું નહીં-એમ સંસ્કાર નાખે તેને કાર્ય (સમ્યગ્દર્શન) થવાનું જ છે. ૧૦૨.
* નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલાં આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હું પરિણમનારો નથી પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે, છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com