________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૨૭ પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું કે અરે ! એમાં શું હતું? વિધા આદિથી મોટું સૈન્ય ઊભું કરે, મારી નાખે, જીવતું કરી નાખે, પણ એમાં આત્માને શું લાભ? . એ રાગથી જ્ઞાનની ભિન્નતાના કટકા કરી દે તો એ ખરી કળા કહેવાય. ૧૦૧૦.
* મારે મારા ગુણ-પર્યાયની જરૂર છે અને બીજાની જરૂર નથી એનું નામ વૈરાગ્ય છે અને પોતામાં જે છે એની અપેક્ષા અને પોતામાં જે નથી તે બધાની ઉપેક્ષા એવા પોતાના અસ્તિત્વનું ભાન થવું તે જ્ઞાન છે. ૧૦૧૧.
* મારું તત્ત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય-કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલું મળે જ છે. મારે બીજાની જરૂર નથી. ૧૦૧૨.
* સમયસાર કળશ ૧૮૯માં આચાર્યદેવે કહ્યું કે, શુભભાવરૂપ પ્રતિક્રમણ આદિનો જે અમે નિષેધ કર્યો તે તો શુદ્ધ ભાવરૂપ અપ્રતિક્રમણમાં જવા માટે કર્યો છે, એને બદલે જીવો પ્રમાદી થયા થકાં નીચે નીચે કાં જાય છે? ઊંચે ઊંચે કેમ જતા નથી. આ વાત ચાલતાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે સાંજના સંધ્યાટાણે માણસો ખુલ્લી હવા ખાવા ફરવા નીકળી પડે, ઈ તો અશુભમાં ગયા, સાંજના સંધ્યાટાણે તો ધર્મી ધ્યાનાદિ કરે. જૈન દર્શનની દરેક વાત ઊંચે ચડવા માટે છે, નીચે જવા માટે કોઈ વાત નથી. ૧૦૧૩.
* .... “વળી વિષયસુખાદિનાં ફળ નરકાદિક છે,' વિષયસુખ સેવશું તો નરકમાં જશું એમ અજ્ઞાનીને ડર લાગે છે. પણ વિષય સેવવાનો ભાવ જ દુ:ખરૂપ છે ને આત્મા આનંદરૂપ છે તેવી તો દષ્ટિ કરતો નથી. “શરીર અશુચિમય અને વિનાશિક છે, પોષણ કરવાયોગ્ય નથી' –આમ માનનારા પણ મિથ્યાષ્ટિ છે. કેમકે એ તો દૈષ થયો. પરદ્રવ્યને શું છે? સમ્યગ્દષ્ટિ તો તે પોષવાયોગ્ય છે કે નથી તેની દષ્ટિ છોડી, આત્મા આનંદકંદ છે તેમ તેની દૃષ્ટિ કરે છે. “તથા કુટુંબાદિક સ્વાર્થના સગાં છે.' માટે છોડવા-એમ માનનાર પરદ્રવ્યને અહિતકર માને છે જે મિથ્યાત્વ છે. ભાઈ ! તું પોતે અજ્ઞાનથી લૂંટાય છો ત્યારે તેને લૂંટારા કહેવાય છે. અને તે પરચીજ તો તને નુકશાન ક્યાં કરે છે? પણ પરદ્રવ્યમાં અનિષ્ટની માન્યતા તે જ નુકશાનમિથ્યાત્વ છે. આમ અજ્ઞાની પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો ત્યાગ કરે છે પણ એ તો મિથ્યા છે. કેમકે દોષ પોતાનો છે કે પરનો? પરમાં ઈષ્ટ-અનિષ્ટપણે માનવું તે પોતાનો દોષ છે. ૧૦૧૪.
* વસ્તુમાં રાગ-દ્વેષ અને મિથ્યા શ્રદ્ધાની ગંધ જ નથી. શક્તિમાં તો એકલું સિદ્ધપદ જ પડ્યું છે. એની દષ્ટિ થતાં પર્યાયમાં એનું જ એન્લાર્જ થાય છે. ૧૦૧૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com