________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૨૪૨]
* જેને માથે જનમ-મરણની ડાંગુ તોળાઈ રહી છે અને તે સંયોગોમાં રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. ૧૧૨૪.
* કોઈ મનુષ્ય મૂંગો, બહેરો કે આંધળો હોય તેથી તે પંચેન્દ્રિય નથી એમ નથી. એ જાતનો લબ્ધ ઉઘાડ તો તેને હોય છે. પરંતુ ઉપયોગની લાયકાત નથી તેમ આત્મા વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞ હોવા છતાં શક્તિએ અલ્પજ્ઞ નથી, શક્તિમાં તો પૂરો સર્વજ્ઞ છે. ૧૧૨૫.
* એકરૂપ અભેદ નિર્વિકલ્પવસ્તુ તે સ્વદ્રવ્ય છે અને તેમાં ગુણ કે પર્યાયના ભેદની કલ્પના કરવી તે ભેદકલ્પના પરદ્રવ્ય છે. આત્મા અને આ ગુણ એમ અભેદ વસ્તુમાં ભેદ પાડવો તે પરદ્રવ્ય છે. શરીર-મન-વાણી ૫૨દ્રવ્ય તો કયાંય રહી ગયા. અહીં તો જ્ઞાનાદિ અનંતગુણો તે આધેય છે અને આત્મા તેનો આધાર છે-એવા આધેય-આધારના ભેદ પાડવા તે પરદ્રવ્ય છે. તેથી તે હેય છે. પરદ્રવ્યના લક્ષે તો રાગ થાય પણ અભેદવસ્તુમાં ભેદ પાડીને જોતા પણ રાગ થાય, ગજબ વાત છે ને! છેલ્લામાં છેલ્લી ટોચની વાત છે. ૧૧૨૬.
* પર્યાયદષ્ટિવાળો જીવ દયા-દાન, પૂજા-ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દૃઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. ૧૧૨૭.
* બાદશાહ ત્રણલોકનો નાથ ઊંઘમાં પડયો છે એને જગાડવાની વાત ! જાગ રે જાગ, તને ચોર લૂંટી જાય છે. જાગ રે.... જાગ! આ જગાડનારી વાત જેને સાંભળવા મળે છે ઈ પણ મહાભાગ્યશાળી છે. ૧૧૨૮.
* બહારની અનુકૂળતા હોય તો મને ઠીક પડે ઈ માન્યતા જ આત્માને પ્રતિકૂળ છે. બહારની પ્રતિકૂળતા મારામાં છે જ નહીં એવો નિર્ણય તો પહેલાં જ કર્યો છે એને નડે શું ? ૧૧૨૯.
* પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞને સોંપાય? ચક્રવર્તીને વાશીદાનું કામ ન સોંપાય, તેમ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એવું ભાન થયું એને પુણ્યના કાર્યમાં કર્તાબુદ્ધિ ન હોય. ૧૧૩૦.
* આક્રંદ તો ઈસકા હોના ચાહિયે કિ મૈં ઐસી ઐસી શક્તિવાલી વસ્તુ હું, ફીર ભી સંસાર કયું ? ૧૧૩૧.
* વસ્તુ છૂટી છે... બસ એને દૃષ્ટિમાં છૂટી પાડવી. પછી ગમે ત્યાં હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com