Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 264
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એક જ્ઞાયકભાવનો જ વેષ પરમાર્થે ધારણ કર્યો છે. આત્માને તો કાયમી એક જ્ઞાયકભાવનો જ વેષ છે. કાયમી એકરૂપે જ્ઞાયકપણાનો જ આત્માએ વેષ ધારણ કર્યો છે. જ્ઞાયકતત્ત્વને પરમાર્થે કોઈ વેષ નથી. સંવર, નિર્જરા ને મોક્ષ તો પર્યાયવેષ છે. આત્માને તો પરમાર્થે જ્ઞાયકપણાનો જ વેષ છે ને જ્ઞાયકભાવને પર્યાયવેષ પરમાર્થે નથી. સંવર, નિર્જરા ને મોક્ષ એ પર્યાયવેષ પણ જ્ઞાયકને નથી. ૧૧૩૮. * બહુશ્રુતના હૃદયમાં તીર્થંકરદેવનો વાસ છે, જ્ઞાનીના હૃદયમાં તીર્થકર વસે છે તેથી તેની વાણીમાં તીર્થકર જે કહે છે તે જ વાત આવે છે. ૧૧૩૯. * જેમ કોઈને એક વખત આકરી વેદના આવી ગઈ હોય અને ફરી તેવી વેદના થાય તેવું કોઈ ચિહ્ન ખ્યાલમાં આવતાં પણ કંપારી છૂટે ને ત્રાસ ત્રાસ થઈ જાઈ તેમ ચોરાશીના અવતારનાં દુ:ખનું સ્મરણ કરતાં ત્રાસ ત્રાસ થઈ જાય. ૧૧૪). * અહો ! મુનિદશા એટલે સાક્ષાત્ કેવળજ્ઞાનની તળેટી! આનંદના અનુભવના ઝૂલે ઝૂલતાં, હજારો વીંછીના કરડ થવા છતાં કે ૪૮ ગાઉના મોટા અવાજ આદિ થવા છતાં તેની જેને ખબર રહેતી નથી ને આનંદમાં ઊંડા ઉતરી ક્ષણમાં કેવળજ્ઞાન ત્યે એ અદ્દભૂત મુનિદશાની શી વાત! ધન્ય દશા છે. ૧૧૪૧. * સત્ય વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. ૧૧૪૨. * કોઈ પણ જીવ પોતાની હયાતી વિના, ક્રોધાદિ થવા કાળે, આ ક્રોધાદિ છે એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ એ ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ જ્ઞાન. જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા રાગાદિ તે હું એમ રાગમાં એકતાબુદ્ધિથી જાણે છે-માને છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૧૧૪૩. * સાતમી નરકમાં પડ્યો પણ પોતાની મતિમાં આત્માને વસાવે છે. પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ દુઃખોનું એ સ્થાન છે છતાં આ દુઃખ તે હું નહીં, સંયોગ તે હું નહીં, વિકલ્પ તે હું નહીં, એક સમયની પર્યાયમાં પણ પર્યાયને વસાવતો નથી પણ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યને વસાવ્યું, જેણે પોતાની મતિમાં આત્માને વસાવ્યો તેની ગતિમાં તે પરમાત્મા જ થાય છે અને જેણે પોતાની મતિમાં પુણ્યપાપ વસાવ્યા તેને ચાર ગતિ જ મળે છે. ૧૧૪૪. * સમ્યગ્દર્શન કરવા માટે વારંવાર આની ને આની સ્વાધ્યાય કરવી, મંથન કરવું, વિચાર કરવા, આની ને આની વારંવાર સ્વાધ્યાય કરવાથી નિર્ણય થાય છે અને નિર્ણય થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૧૪૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267