________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ]
[ ૨૪૫
* ભગવાને ઉપદેશ આપ્યો પણ શાસનનું શું થયું કે કોને લાભ થયો તે જોવા ભગવાન રોકાતા નથી. તેમ સમ્યગ્દષ્ટિને પણ વિકલ્પ ઉઠયો ને વાણી નીકળી પણ કોને લાભ થયો, કેટલો લાભ થયો તે જોતા નથી. પોતાના આત્મામાં જોવે છે. ૧૧૪૬. * જગતના નિધાન મળવા સહેલાં છે પરંતુ આ તત્ત્વ મળવું દુર્લભ છે, એના શ્રવણ આદિના સાધન મળવા પણ દુર્લભ છે. આ કાળે આવા શાસ્ત્રો બહાર આવ્યા તે લોકોનું ભાગ્ય છે. આવા શાસ્ત્રો ઘરઘથ્થું સાદી ભાષામાં બહાર આવ્યા છે. ૧૧૪૭.
* સ્વભાવનો પાકો પક્ષ થઈ જાય તો ઈ જ્યાં જાય ત્યાં પણ પોતાનું કામ કરી લ્યે છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહ્યું છે ને? -કે કાં તો આ ભવે સમ્યક્ત્વ પામે છે. નિશ્ચયનયનો પક્ષ જીવને કદી આવ્યો જ નથી એમ કહ્યું છે ને! ઈ પણ એક સ્થિતિ છે એટલે કહેવામાં આવે ને! પણ ઈ (-નિશ્ચયનો પક્ષ) કોને છે ઈ કાંઈ ન કહેવાય જેટલું કારણ આપે એટલું કાર્ય તો આવે જ ને! એવો જીવ તો આગળ આગળ વધતો જ જાય, ફક્ત વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ જ નથી થયો, પણ શ્રદ્ધા તો પાકી થઈ ગઈ છે. ૧૧૪૮.
* હે જીવ! સ્ત્રી-પુત્ર આદિના કારણે તું જે હિંસા આદિ પાપ કરે છે તેનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે, દુ:ખફળ ભોગવવા સ્ત્રી-પુત્ર કે સગા-સંબંધી સાથે નહીં આવે. સ્ત્રી-પુત્ર, સગા-સંબંધી આદિના મમત્વથી તું હિંસા, જૂઠું આદિ અનેક પ્રકારના પાપ કરે છે તથા અંતરમાં રાગાદિ વિકલ્પ વડે રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માની હિંસા કરે છે, પરંતુ તેના ફળમાં દુઃખ ભોગવવા ટાણે સ્ત્રી-પુત્ર આદિ તારા દુઃખમાં ભાગ પડાવવા નહીં આવે, તારે એકલાએ નરકનિગોદ આદિના અનેક દુ:ખો ભોગવવા પડશે. જેના કારણે તું પાપ કરી રહ્યો છે તેઓ તારા દુઃખ ભોગવવા તો સાથે નહીં આવે પણ તારા દુઃખ જોવા પણ સાથે નહીં આવે. ૧૧૪૯.
* ભાવકભાવ ને શેય મારા થઈને ફરી મોહ ઉત્પન્ન કરે એ મારે નથી. કેમ ? -કે મારા નિજરસથી, મારી નિજ શક્તિના સામર્થ્યથી મોહને મૂળથી ઉખાડી નાખ્યો છે. મોહ ફરી કેમ ઉત્પન્ન નહીં થાય? -કે મારા સ્વભાવના સામર્થ્યથી જે-કર્મથી કે નિમિત્તથી નહીં પણ મારા નિજરસથી જ-મોહને ઉખાડી નાખ્યો છે. મેં મારા
નિજ૨સથી મોહનું મૂળીયું ઉખાડી નાખ્યું છે. આહાહા! શુંસમયસાર! શું તેના કહેનાર સંતો! ને શું તેના શ્રોતાઓ! જેને સમજાવ્યું છે ને જે સમજ્યો છે એવો શ્રોતા એમ કહે છે કે મારા પૂરણ સ્વભાવની સાવધાનીના સામર્થ્યથી મેં મોહને મૂળમાંથી ઉખાડી નાખ્યો છે તેથી ફરી અમને મોહ ઉત્પન્ન થવાનો નથી. ૧૧૫૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com