Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 253
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પોતાને માને છે ઈ હીણપ છે, પૂરણને હીણો માનવો ઈ જ હીણપ છે. ૧૦૪૭. * જેની દષ્ટિમાં મંદરાગમાં લાભ બુદ્ધિ છે તેની દૃષ્ટિમાં આખા જગતના ભોગો પડયાં છે, તે દષ્ટિમાં માંસ ખાઈ રહ્યો છે. ૧૦૪૮. * આત્માના અનુભવની દષ્ટિએ તો પુણ્ય એ જ ખરેખર પાપ છે. વ્યવહાર પુણ્ય-પાપમાં ભેદ પડ્યો ત્યાં અજ્ઞાનીને હોંશ આવે છે. ૧૦૪૯. * અરે! એમ ન માનવું કે અમે અભણ છીએ, એમ ન માનવું કે અમે સ્ત્રી છીએ, એમ ન માનીશ કે અમે દીન અને હીન છીએ, એમ માનીશ નહીં-એ માન્યતા જ તારા પરમાત્માની વૈરી છે. ૧૦૫૦. * જ્યાં સુધી એને પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી-એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં. ૧૦૫૧. * અહો ! દેહ સંસાર અને ભોગથી ચેતતા રહેવા જેવું છે. ૧૦પર. * કરના-ફરના કુછ નહીં હૈ, ફક્ત દષ્ટિકા સાધ્ય રાગ થા વો દષ્ટિકા સાધ્ય દ્રવ્ય હો ગયા. ૧૮૫૩. * રાગ તો પુદ્ગલના પરિણામ છે, પરંતુ ૧૧ અંગ ૯ પૂર્વનું જ્ઞાન પણ પુદ્ગલના પરિણામ છે, કારણ કે તેનાથી આત્માની શાન્તિ આવી નહીં. શાન્તિ આવી નહીં માટે ઈ આત્મા નહીં. આત્મા સાથે તો જ્ઞાનનો આનંદ વ્યાપ્ત છે. આનંદ ન આવ્યો માટે ૧૧ અંગ ૯ પૂર્વનું જ્ઞાન પણ રાગની માફક પુદ્ગલના જ પરિણામ છે... આ તો ઉલ્લલીત વીર્યથી જેને પોતાનું કામ કરવું છે તેને માટે આ વાત છે. ૧૦૫૪. * જ્ઞાની રાગકો અપના માનતે નહીં ઔર આતે હૈં તો ગભરાતે નહીં. રાગકી ખટક આતી હૈ. સમાધાન નહીં હોતા તો બહારકી ભી પ્રવૃત્તિ હુએ બીના નહીં રહતી, શરીરકી ચેષ્ટા આદિ ભી હોતી હૈ. યહ અંતરકી સૂક્ષ્મ બાત હૈ. ૧૦૫૫. * નરકમાં નારકીને પોટલાની જેમ શરીરની ગાંસડી વાળીને બીજા નારકીઓ શરીરની સોંસરવટ ખીલા નાખે એ ક્ષણે પણ જીવ સમકિત પામે છે, વિવેક વડ ભેદજ્ઞાન પામે છે અને અહીં બધી અનુકૂળતા હોય છતાં પરથી જુદા પડવાનો અવસર તને મળતો નથી! ૧૦૫૬. * રાગ હોવા છતાં સાધકના હૃદયમાં સિદ્ધ ભગવાન કોતરાયેલા છે. ૧૦૫૭. * એને કાળ થોડો છે અને કરવાનું કામ ઘણું છે. ૧૦૫૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267