Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 257
________________ [ ૨૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] પ્રતિક્રમણ આદિ રૂપ શુભભાવ ગ્રહણ કરવાયોગ્ય નથી. કેમ કે તે પૌગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે. અહા ! અહીં પાપક્ષના કારણભૂત એવા દ્રવ્યશ્રતને પુદ્ગલમય હોવાથી ગ્રહણ કરવાયોગ્ય નથી તેમ કહીને એકલો આત્મા જ ગ્રહણ કરવાની પ્રેરણા આપી છે. ૧૦૭૮. * ત્રણલોકના નાથ સર્વજ્ઞની પાસે પણ હિતની કામના રાખવી એ પણ ભ્રમ છે, બીજા દેવ-દેવલાની તો શું વાત! ૧૦૭૯. * હેઠલી વાતના ઠેકાણાં ન હોય તેને ઉપલી વાત આ બેસશે શી રીતે? પાત્રતારૂપ નીચલી વાતનું ઠેકાણું ન હોય તેને ઉપલી વાત અર્થાત્ અધ્યાત્મની અલૌકિક વાત શી રીતે બેસી શકે? ૧૦૮). | * પ્રતિકૂળતામાં જેને દ્વેષ આવે છે તેને અનુકૂળતાનો રાગ પડ્યો જ છે. વૈષના પેટમાં રાગ પડ્યો છે, રાગના પેટમાં વૈષ પડ્યો છે. આ મિથ્યાત્વના રાગવૈષ છે, અસ્થિરતાના રાગ-દ્વેષ તો શેયમાં જાય છે. ૧૦૮૧. * એક ન્યાય મગજમાં એવો આવ્યો હતો કે “ધનાર્થી છે તે આત્માર્થી નહીં અને આત્માર્થી છે તે ધનાર્થી નહીં.” ધનાર્થીમાં આબ, માન આદિનો અર્થી બધું આમાં આવી જાય છે. ૧૭૮૨. * શ્રોતા:- વ્યવહાર બંધનું કારણ છે તો અમારે કરવો કે નહીં? પૂજ્ય ગુરુદેવઃ- ઈ પ્રશ્ન જ કયાં છે! પણ જબરદતિ વ્યવહાર-વિકલ્પ આવ્યા વિના રહેશે જ નહીં. ૧૮૮૩. * હું વાણીયો છું એમ તો નહીં પણ હું માણસ છું એમ માનનારે જીવને મારી નાખ્યો છે. હું અલ્પજ્ઞાનવાળો છું, હું રાગનો કરનાર છું એમ માનનારે એના જીવતા જીવને મારી નાખ્યો છે, એનો અનાદર કરવો ઈ જ એને માર્યો છે. ૧૦૮૪. * સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણાં નથી, મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ જેને ઠેકાણાં નથી અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના તેને ઠેકાણાં હોય તેમ બને નહીં. ૧૦૮૫. * જ્યાં સુધી આત્મામાં સુખ છે એવો ભાસ ન થાય અને પરમાં સુખ નથી એવો ભાસ ન થાય ત્યાં સુધી એને આત્માનો અનાદર વર્તે છે. ૧૦૮૬. * આત્માના સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર જેવી કોઈ નિરુપાધિ નથી અને અંદરમાં રાગ-દ્વેષ અને મિથ્યાત્વ જેવી કોઈ ઉપાધિ નથી. ૧૦૮૭. * વિષય-કપાયની રુચિ તો છૂટી નથી અને માત્ર જાણપણું છે ઈ જાણપણાને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267