________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કે આમ કહે છે એમ જે જાણવું થયું તે ઇન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતાં નથી. ૧૦૬૮.
* ભગવાન આનંદનો નાથ ચૈતન્યચક્રવર્તી છે પણ પોતાને ભૂલી ગયો છે ને ભીખારી થઈને પર પાસે ભીખ માગે છે. પૈસા લાવ! બાયડી લાવ! આબરું લાવ! નિરોગતા લાવ! એમ માંગણ થઈને માગ્યા કરે છે, પણ પોતાની જ અંદર આનંદ ભર્યો છે એની સામું નજર નાખતો નથી, તેથી ચારગતિના દુ:ખોને ભોગવે છે. શુભરાગ ને અશુભરાગની વાસના તે ઝેર વાસના છે. જ્યાં આનંદનો નાથ છે ત્યાં નજર કરતો નથી ને જ્યાં નથી આનંદ ત્યાં વલખાં મારે છે. ૧૦૬૯.
* રાગને જાણવું તે જ્ઞાનનો સ્વકાળ છે, આત્મા રાગમાં વ્યાપતો નથી. જ્ઞાનની જાણવાની પર્યાય અને રાગની પર્યાય પોત-પોતાના પકારકથી સ્વતંત્ર થાય છે. પરની દયા તો આત્મા પાળી શકતો નથી પણ રાગને પણ આત્મા કરતો નથી અને રાગમાં વ્યાપતો પણ નથી. રાગના કાળે થતાં રાગપરિણામને સ્વકાળે થતી જ્ઞાનપર્યાય જાણે, પણ કર્તા નથી. ૧૦૭).
* વર્તમાનમાં એક જરાક પ્રતિકૂળતા આવે તો ઈ એનાથી સહન થતી નથી. છતાં ભવિષ્યમાં અનંતી પ્રતિકૂળતાઓ આવશે તેની દરકાર નથી. ૧૦૭૧.
* સમ્યગ્દષ્ટિકી લૌકિકનીતિ ભી અલૌકિક-દૂસરી જાતિકી હોતી હૈ! ૧૦૭૨. * બાહ્ય વેલવામાં સુખ માનવું તે વિામાં સૂવું ને તેમાં સુખ માનવા જેવું છે. ૧૦૭૩
* બાપુ! આ તો પચાવીને પરિણાવવાની વાત છે. વાદ-વિવાદની વાત નથી. વાદ-વિવાદમાં મૌન થઈ જવું પડે. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે.. આ તો વીતરાગતા ઊભી કરવાની વાત છે. ૧૦૭૪.
* પરદ્રવ્યથી બિલકુલ લાભ ન થાય એમ પહેલાં વિકલ્પ સહિત નિર્ણય કરે તો એનું વીર્ય સ્વ તરફ વળશે. પરથી કાંઈ પણ લાભ થાય એમ રહેશે તો એનું વીર્ય આત્મા તરફ નહીં વળે. ૧૦૭૫.
* અરે! એણે કોઈ દી એની દરકાર કરી નથી. બહારમાં અહીંથી મળશે ને અહીંથી મળશે એમ બહારમાં જ ઈ ફાંફાં મારીને સન્મેદશિખરમાંથી મળશે ને બીજે કયાંકથી મળશે એવી ભ્રમણામાં ઈ પોતાને ખોઈ બેઠો છે. ૧૦૭૬.
* અજ્ઞાનીની વિદ્વતા આત્માને સળગાવી મૂકે છે. ૧૦૭૭. * આચાર્યના મુખથી નીકળેલા અને સમસ્ત પાપક્ષયના હેતુભૂત એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com