Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 259
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૨૩૯ * જૈનદર્શનમાં જેવો વ્યવહાર કહ્યો છે એવો વ્યવહાર ન માને તો ઈ નિશ્ચયાભાસી છે અને ઈ વ્યવહારને ધર્મ માને તો ઈ વ્યવહારાભાસી છે. ૧૭૯૭. * જેમ કેવળજ્ઞાની લોકાલોકના કર્તા નથી, પણ માત્ર જાણનાર છે. તેમ જ્ઞાની શુભાશુભનો કર્તા નથી પણ જાણનાર છે. અસંખ્યાત પ્રકારના શુભભાવ છે તે સહજ છે તેનો કર્તા ધર્મી જીવ નથી. જે વખતે જે પ્રકારનો રાગ આવે છે તે પ્રકારના સંયોગ તરફ એનું લક્ષ જાય છે. ૧૦૯૮. * આ ચૈતન્યતત્ત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે. તે બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના ક્ષયોપશમથી મળી જાય તેવી ચીજ નથી. અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે, તેના માહાભ્ય પ્રત્યે જાય ત્યારે તે ગમ્ય થાય ને તેના જન્મ-મરણ ટળે એવી એ ચીજ છે. ૧૦૯૯. * પરસત્તાવાળા તત્ત્વોને ગ્રહવાનું અભિમાન, પરસત્તાવાળા તત્ત્વોને ત્યાગવાનું અભિમાન, એ અભિમાન જ મિથ્યાત્વ છે, અને તે સાત વ્યસનના પાપ કરતાં પણ મહાન શાપરૂપ છે. ૧૧OO. * ભાઈ ! તું શરીર સામું ન જો ! તારા વિકલ્પ મફતમાં જાય છે ને આત્માનું કાર્ય પણ થતું નથી. શરીર દગો દેશે. ભાઈ ! તારા આત્માનું કરવાનું છે તે કરી લે. ૧૧૧. * સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો ઊંડો પાયો નાખ્યો જ નથી. ૧૧૦૨. * મવાળો (વાળ) ચીરવાની તો શું વાત ! પણ આ તો પરમાણુને ચીરવાની વાત છે, પરમાણુ શું પણ તેની અનંતી પર્યાયને ચીરવાની વાત છે. એક પર્યાયને બીજી પર્યાયની સહાય નથી. આત્માના અનંતા ગુણની પર્યાયમાં એક પર્યાયને બીજી પર્યાય સહાયક નથી. પર્યાય પર્યાયની યોગ્યતાથી, ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. અહો ! આ તો જૈનદર્શનના પેટની સ્વતંત્રતાની મૂળ વાત છે. ૧૧૦૩. * જેમ આખું જગત પડયું છે એને ગ્રહ શું ને છોડે શું? જ્ઞાની તેમાં પ્રવર્તતો નથી. તેમ રાગ-વ્યવહાર પણ જગતની ચીજ છે તેને છોડે શું ને ગ્રહ શું? જ્ઞાની તેમાં પ્રવર્તતો નથી. માત્ર ભિન્નપણે જાણે જ છે. ૧૧૦૪. * જ્ઞાતાસ્વભાવકો રાગકા કામ સોંપના ઉસકા અનાદર હૈ. સિદ્ધ ભગવાનકો કહેના કિ તુમ આકર મેરી દયા કરો, ઐસે જ્ઞાતાસ્વભાવકો રાગ કરના કહેના હૈ. ૧૧૦૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267