Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 255
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] ૨૩૫ જાહેર કરે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત પ્રભુતા આદિ અનંત સ્વભાવનું એકરૂપ એવો જે સ્વભાવરૂપ સ્વદ્રવ્ય તે નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. અનંત-અનંત સ્વભાવથી ભરેલ ભગવાન અભેદ એકરૂપ આત્મા તે જ સ્વદ્રવ્ય હોવાથી ઉપાદેયરૂપ છે. ૧૦૬૪. * આહાહા ! પર્યાયને ગુલાંટ મારવી એ કાંઈ ઓછી વાત છે? પર્યાય અનાદિની પરમાં જાય છે તેને ગુલાંટ મારીને અંદરમાં લઈ જવાની છે. અંદરમાં તળીયે લઈ જવામાં મહાન પુરુષાર્થ છે. પરિણામમાં અપરિણામી ભગવાનના દર્શન થાય એ પુરુષાર્થ અપૂર્વ છે. ૧૦૬૫. * જીવને અટકવાના અનેક પ્રકાર છે. અટકવાનું શું છે તે વિચાર વિના બેસે નહીં. કયાં ભૂલ છે ને શું હું માનું છું? અતીન્દ્રિય આનંદ વિના જે કાંઈ બાહ્ય ક્રિયા છે તેમાં અટકે છે. હું વ્રત પાળું છું, બ્રહ્મચર્ય પાળું છું, વિશેષ જાણપણું છે-ઇત્યાદિ અસંખ્યાત પ્રકારના અટકવાના કારણો છે. પ્રભુ ! અનંત કાળે મનુષ્યપણું પામવું મુશ્કેલ છે; એ મનુષ્યપણું તને મળ્યું તો પ્રભુ! દુનિયાની વાત છોડી દે. હું કાંઈક છું એવી દષ્ટિ છોડી દે. બધેયથી વિમુખ થા. માત્ર ચૈતન્યદરબારમાં અનંત અનંત શાંતિ ભરી પડી છે તેનું વેદન કર. બીજું બધું છોડીને આનંદકંદ પ્રભુના દરબારમાં જા. ૧૦૬૬. * પોતાના જ્ઞાયક સ્વભાવમાં મૈત્રી હોવી જોઈએ તેને બદલે પર પદાર્થો નિમિત્ત છે, તેમાં પ્રેમ વર્તે છે, ત્યાં રોકાઈ ગયો છે, જાણવાની પર્યાયમાં બાહ્ય પદાર્થ નિમિત્ત હોવાથી તેમાં મૈત્રી થવાથી આત્મવિવેક શિથિલ એટલે કે વિપરીત થયો છે, તેથી પોતાના આત્મા પ્રત્યે દ્વેષ વર્તે છે. સચ્ચિદાનંદપ્રભુ નિરંજન નિરાકાર આત્મા કે જે જ્ઞાન લક્ષણ વડે લક્ષિત થનારો છે તેને ભૂલીને જ્ઞાનની પર્યાયમાં જે શેયો નિમિત્ત છે તે જાણવા લાયક છે તેમ ન જાણતાં પર પદાર્થોમાં-નિમિત્તોમાં મૈત્રી કરે છે તેથી સ્વભાવ પ્રત્યે વિપરીતતા વર્તે છે, દ્વેષ વર્તે છે. ૧૦૬૭. * ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે તેને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય પણ તેને ઇન્દ્રિયો વડે જાણવાનું થતું નથી, ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી. તેને એટલે કે જ્ઞાયક આત્માને લિંગો વડ એટલે પાંચ-ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. ઇન્દ્રિય વડ જાણવાનું કામ કરે તે આત્મા નથી. ઈન્દ્રિય અણાત્મા છે, તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન અણાત્મા છે. શાસ્ત્ર સાંભળે ને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતાં નથી. શાસ્ત્ર સાંભળતાં ખ્યાલમાં આવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267