Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 252
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨] દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * દ્રવ્ય પોતે જ અકારણીય છે, પોતે જ અનંત પુરુષાર્થરૂપ છે. તેના વિશ્વાસની બલિહારી છે. ૧૦૩૮. * એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે! એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ ? ૧૦૩૯. * જેમ કંદોઈને ત્યાં ચૂલામાં ઊંચેથી તેલના ઉકળતાં કડાયામાં પડેલો સર્પ અર્ધા તો બળી ગયો પણ તે બળતરાથી બચવા માટે ચૂલામાં ઘુસી જતાં આખો બળી ગયો, તેમ જગતજીવો પુણ્ય-પાપમાં તો બળી જ રહ્યા છે અને તેમાં એ વિશેષ સુખની લાલસામાં જેમાં વિશેષ બળાય છે એવા વિષયોમાં ઝંપલાવી સુખ માને છે. ૧૦૪). * દુનિયા દુનિયાનું જાણે, તું તારું કર. દુનિયા એના પરિણમન પ્રમાણે પરિણમશે, તારું પરિણાવ્યું નહીં પરિણમે. ૧૦૪૧. * જેમ પક્ષીના પગલાં આકાશમાં શોધે છે, માછલીનાં પગલાને (ગમનને) પાણીમાં શોધે છે તે મૂર્ખ છે. તેમ રાગાદિમાં આત્માને શોધનાર મૂર્ખ છે. ૧૦૪૨. * સમવસરણ (જિનમંદિર) જિનબિંબ આદિ વીતરાગતાના સ્મરણના નિમિત્તો છે. આવા જીવો છે એના એવા પુણ્યો છે એ બધું જોતાં, વર્તમાન બુદ્ધિ છૂટી જઈને ત્રિકાળીની બુદ્ધિ થાય છે અને એને માટે આ સમવસરણ જિનમંદિર આદિ નિમિત્તો છે. ૧૭૪૩. * જેના જ્ઞાનમાં રાગ દ્વત છે, જુદો છે, અનેક છે, એનાથી ભિન્નતા છે અને ચૈતન્ય એકલો જ છે એ વાત પ્રસન્નતાથી સાંભળે છે તેને કેવળજ્ઞાન જ થશે, મુક્તિ થશે જ. ૧૮૪૪. * વીજળી ઉપરથી પડે તોપણ ખ્યાલ ન જાય એવું ધ્યાન કર. જે ચીજ એનામાં નથી એમાં ફેરફાર થતાં એને સખ ન પડે ઈ ધ્યાન ન કરી શકે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો વીંછી કરડે તોપણ ખબર ન પડે, શરીરમાં ગમે તેવા કષ્ટો આવે તોપણ એને ખબર ન પડે. ૧૦૪૫. * જેટલા વિકલ્પો ઉઠે ઈ બધામાં કાંઈ માલ નથી. ઈ બધા દુઃખના પંથ છે, બધા વિલ્પો હેરાન કરનાર છે એમ અને નિર્ણય થાય તો આત્મા તરફ પ્રયત્ન કરે. ૧૦૪૬. * બહારમાં નાપાસ થાય ત્યાં એને હીણપ લાગે છે પરંતુ અંદરમાં હીણો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267