Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 250
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર નામધારી-જૈનને પણ રાત્રે ખોરાક ન ખવાય. અથાણામાં પણ ત્રસ જીવ થઈ જાય છે, એ પણ જૈનને ન હોય. જેમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય એવો ખોરાક જ જૈનને હોય નહિ. ... અહીં તત્ત્વની બહુ ઊંચી વાત આવી એટલે હેઠલી વાતનું કાંઈ નહિ એમ ન હોય. પોતાને અંદરથી ઊગવું જોઈએ. કોઈ કહે એટલે નહિ પણ પોતાને દરકાર જોઈએ. જેને ભવિષ્યનું નક્કી નથી તેને તો ત્રાસ થઈ જવો જોઈએ કે અરે ! ભવિષ્યમાં હું કયાં જઈશ ! પોતાનું હિત કરવું હોય તેણે ખ્યાલ રાખવો જોઈએ. ૧૦૨૯. * એક સમયની ભૂલ; બાકી આખો ભગવાન સ્વભાવ મા પ્રભુ છે એને છોડી રાગને દેખતાં ભગવાનને દેખવામાં અંતરાય પડી ગયો છે. રાગને ભૂલીને ભગવાનને દેખે તો અંતરાય તૂટી જાય. ૧૦૩). * શ્રોતા- આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? પૂજ્ય ગુરુદેવઃ- આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧૦૩૧. * બહિર્લક્ષી શાસ્ત્રજ્ઞાનથી સમ્યજ્ઞાન કે તેની વૃદ્ધિ થતી નથી. અગિયાર અંગનું જ્ઞાન અનંતવાર કર્યું, પણ એ કાંઈ જ્ઞાન નથી. શાસ્ત્ર તો પરવસ્તુ છે, એનું જ્ઞાન કરવું એ તો પોતાની પર્યાયમાં પરલક્ષી જ્ઞાનનો અંશ છે; તેને વાસ્તવિક જ્ઞાન જ કહેતા નથી. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માની જ્યારે અંદર દૃષ્ટિ અને અનુભવ કરે ત્યારે જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, સ્થિરતાની વૃદ્ધિ-યથાસંભવ સર્વવૃદ્ધિ, અનંત ગુણોના પરિણમનમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અંદર આખો ચૈતન્યસાગર ઊછળે છે. અહા ! એ કેમ બેસે? જેમ મહાસાગર મધ્યબિન્દુથી ઊછળતાં તેમાં ભરતી આવે છે, તેમ ચૈતન્યસ્વભાવનો આશ્રય લેવાથી, જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકવાનો પ્રયત્ન કરવાથી, આરાધનાની પર્યાયમાં જ્ઞાનની ભરતી, દર્શનની ભરતી, ચારિત્રની ભરતી, સર્વ ગુણોના પરિણમનમાં યથાસંભવ ભરતી આવે છે. તે ભરતી બહારથી નહિ પણ અંદરથી આવે છે. ૧૦૩૨. * જેની દષ્ટિમાં ચૈતન્યધામ પડયું છે, જેની દષ્ટિ ક્ષયોપશમના એક અંશનો પણ વિશ્વાસ કરતી નથી, જેની દ્રષ્ટિમાં રાગ અને નિમિત્તનો વિશ્વાસ પણ ઊડી ગયો છે, એવા સમકિતીને દ્રવ્યપ્રત્યયો ઉદયમાં આવવા છતાં બંધન નથી. તેની દષ્ટિમાં તો ચૈતન્યધામ પડયું છે. ૧૦૩૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267