________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૨૯ * સંસારકી ગંધ બિલકુલ આત્મામેં નહીં, આત્મામે સંસાર હૈ હી નહીં. મિથ્યાત્વ આદિ ભાવ સંસાર હૈ, યે મેરે મેં નહીં-ઐસી રુચિ કરનેસે દષ્ટિએ સંસાર છૂટ જાતા હૈ. ૧૦૨૪.
* રાગનો, વ્યવહારનો આદર છે તેને પુગલનો જ આદર છે, પુદ્ગલનો પ્રવાહ એની સમીપ રહ્યા જ કરે છે. બાહ્ય જ્ઞાનનો આદર કરે છે તે પણ પુદ્ગલનો જ આદર કરે છે. એને પુદ્ગલની જ સમીપતા રહેશે. ૧૦૨૫.
* દરેક આત્મા ભગવાન સ્વરૂપ છે, પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ ચૈતન્ય રસકંદ છે. આહાહા! અત્યારે ચોમાસામાં તો લીલોતરી ઘાસ ઢગલાબંધ થયા છે, તેના ઉપર વિના કારણે પગ દઈને કચરીને ચાલવું તે ન હોય હો ભાઈ ! એ એક ઝીણી કટકીમાં અસંખ્યાત જીવો છે તે બધાય ભગવાન સ્વરૂપ છે. ૧૦૨૬.
* બે નય પરસ્પર વિરોધી છે, જો તે એક હોય તો બે નય રહેતી નથી. વ્યવહારનય નથી એમ નથી, પણ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચયનય રહેતો નથી. પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી એમ નથી, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી. નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. ઉપાદાનના કાર્ય કાળે નિમિત્ત હોય છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૧૦૨૭.
* ભાઈ ! સમ્યગ્દષ્ટિના અંતરના તળિયા તપાસવા બહુ કઠણ છે. ધર્મીજીવને ચક્રવર્તીના રાજ્ય હોય, લડાઈમાં પણ ઊભા હોય, પણ આત્માના આનંદથી રાગ ભિન્ન પડી ગયો છે, રાગાદિ પરિગ્રહમાં ભેદબુદ્ધિ થઈ ગઈ છે, ભલે તેને વિષય સામગ્રી હો, એનો ભોગ પણ હો, સમ્યગ્દષ્ટિને પુણ્ય વિશેષ હોય છે, પુણ્યના ઢગલા હોય છે, સ્ત્રી-પુત્રાદિમાં પુણ્યના ઢગલા દેખાય, શરીર વૈભવ આદિમાં પુણ્યના ઢગલા દેખાય પણ સમ્યગ્દષ્ટિને તેમાં એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે, ચૈતન્યનો અતીન્દ્રિય આનંદ એની નજરમાં દેખાય છે. આનંદનો સાગર ઊછળી રહ્યો છે, આનંદની ભરતી આવે છે એવા સમ્યગ્દષ્ટિને ભોગસામગ્રીમાં જરી આસક્તિ દેખાય છે થાય છે છતાં તેનો અભિપ્રાયમાં સ્વીકાર નથી, સુખબુદ્ધિ નથી. ભોગ ભુજંગ સમાન લાગે છે, કાળા નાગ સમાન લાગે છે. ૧૦૨૮.
* નામધારી-જૈનને પણ રાત્રિના ખોરાક ન ખવાય. રાત્રિના ઝીણી જીવાતો ખોરાકમાં આવી જાય છે તેથી ખોરાકમાં માંસનો દોષ ગણાય છે, માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com