Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 248
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * નરકનાં દુ:ખો સાંભળ્યા જાય એમ નથી. પગમાં કાંટો વાગવા જેટલું દુ:ખ તારાથી સહન થતું નથી તો પછી જેના ગર્ભમાં અનંતા દુઃખો પડયા છે તે મિથ્યાત્વને છોડવાનો પ્રયત્ન તું કેમ નથી કરતો ? તું શરીરને સ્પર્શતો નથી ને તેં માન્યું કે શરીર મારું છે-આ તેં શું કર્યું-શું માન્યું! વિપરીત માન્યતાના સ્થૂળ અસંખ્ય પ્રકાર ને સૂક્ષ્મ અનંત પ્રકાર છે. ૫૨ને મારી શકું કે જિવાડી શકું એ મિથ્યાત્વનો એક ભાગ છે. પ૨ અનંત ચીજોને પોતાની માની પણ ભાઈ! તારા સિવાય અન્ય ચીજને તું સ્પર્શતો પણ નથી અને તેં આ શું કર્યું! સત્ય બોલી શકુંએમ માન્યું પણ એ તો મિથ્યાત્વનો એક ભાગ છે. મિથ્યાત્વભાવને છોડવાનો પ્રયત્ન કેમ કરતો નથી ? ગફલતમાં કેમ પડયો છે.? ૧૦૧૬. * અહીં તો એક જ વાત છે કે ભાઈ! તારા ચૈતન્યના પુંજની નિધિને સંભાળ, બાકી બધું જે થવાનું હશે તે થશે. ૧૦૧૭. * અબજપતિ માણસ ખિસ્સામાં પાંચ પચ્ચીશ રૂપિયા લઈને શાકભાજી લેવા નીકળ્યો, તેને એટલી જ મૂડીવાળો માને, એણે એને ઓળખ્યો જ નથી. તેમ વર્તમાન અલ્પજ્ઞતા અને અલ્પવીર્યવાળો જે આત્માને માને છે એણે આત્માને ઓળખ્યો જ નથી, આત્માની ત્રિકાળી ધ્રુવ સત્તાને સ્વીકારે એણે જ આત્માને ઓળખ્યો છે. ૧૦૧૮. * નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે. તે આબાળ-ગોપાળ સૌ કરી શકે છે, એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૦૧૯. * નવમી ત્રૈવેયક જના૨ દ્રવ્યલિંગીને પણ અનાદિના એવા એવા સૂક્ષ્મ શલ્યો રહી ગયા છે કે એનો એને પત્તો જ લાગ્યો નથી. કયાંક કયાંક નિમિત્તમાં, રાગમાં, સંયોગમાં અધિકતા આપીને આત્માનો અનાદર જ એણે કર્યો છે. ૧૦૨૦. * મહાન–મહાન અનંત અનંત માહાત્મ્ય પૂર્વક નિર્ણય હો જાય, બસ ખલાસ! પીછે રાગ આને ૫૨ ભી છૂટા હી છૂટા હૈ. ૧૦૨૧. * જેમ એક દ્રવ્ય પલટીને અન્ય દ્રવ્યરૂપે ન થાય, ક્ષેત્ર પલટીને અન્ય ક્ષેત્રપણે ન થાય, તેમ વસ્તુનો પર્યાય પલટીને અન્ય પર્યાયરૂપે થાય જ નહીં. પર્યાય પણ તે સમય પૂરતી વસ્તુ છે. ૧૦૨૨. * મૈં ચૈતન્ય, રાગકો છુઆ હી નહીં, અંતરકી દૃષ્ટિમેં રાગકા ત્યાગ હૈ. સંસારકા ઉદયભાવકો આત્મા કભી છુઆ હી નહીં. ઐસી ચીજ કો આત્મા કહતે હૈં. ૧૦૨૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267