________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૪૩ * હજારો-લાખો વર્ષો સુધી શાસ્ત્રાભ્યાસ કરવા છતાં, બાહ્ય નિમિત્તથી મને લાભ થશે, રાગની મંદતાથી મને કાંઈક પણ લાભ થશે, અંદર જવામાં કાંઈક મદદ કરશે, એવો અભિપ્રાય રહે છે. ભગવાનનું નિમિત્ત સામે બેઠું હોય તો કાંઈક આપણને લાભ થશે, એમ માને છે, તે લાભની બુદ્ધિમાં રંગાઈ ગયો છે. ૬૧ર.
* વર્તમાન અંશના માહાભ્યનાં ત્રિકાળી અંશનું માહાભ્ય ચાલ્યું ગયું છે. ૬૧૩. * શ્રોતાઃ- આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી તો શુભ વ્યવહાર કરવો ને?
પૂજ્ય ગુરુદેવ - અનુભવ ન થાય તો અનુભવ કરવાનો અભ્યાસ કરવો. છોકરો સાતમા ધોરણમાં પાસ ન થાય તો પાસ થવાનો અભ્યાસ કરે પણ વેપાર કરવાથી કાંઈ પાસ થાય? ૬૧૪.
* શ્રોતા:- ભગવાનની વાણીથી તો ઘણા જીવોને લાભ થયો છે.
પૂજ્ય ગુરુદેવ - અરે પ્રભુ ! ઈ પોતાની મોટપ એને ભાસી નથી એટલે પરથી લાભ માને છે. ૬૧૫.
* એને મનુષ્યપણું તો અનંતવાર પૂર્વે મળ્યું છે. સત્ પુરુષના યોગમાં પણ ઈ પૂર્વે અનંતવાર ગયો છે પણ ઈ પોતાના સ્વભાવના યોગમાં પૂર્વે એક ક્ષણ પણ ગયો નથી. કોઈ દિવસ સ્વભાવમાં બળ કર્યું નથી. ૬૧૬.
* શ્રોતા – અનુભવ પહેલાં રાગ રહિત નિર્ણય લેવાય?
પૂજ્ય ગુરુદેવ - વિકલ્પ રહિત નિર્ણય એ જ ખરો નિર્ણય છે, પરંતુ પહેલાં પણ જરી ઈ વાત લેવાય. બાકી તો વ્યવહારની વાતો બધી એમ જ આવે. હા પાડ એમ જ કહેવાય. સમયસારની પહેલી જ ગાથામાં સિદ્ધની સ્થાપના કર એમ કહ્યું છે ને! વળી સાંભળો, સાંભળો, એમ પણ ઉપદેશ આવે છે ને! પણ શું સાંભળવાથી જ્ઞાન થાય છે? પણ વ્યવહારના કથનો બધા એમ જ આવે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે ને-શ્રદ્ધા તે સાધન અને અનુભવ થવો તે સાધ્ય.
શ્રોતા – ઈ વિકલ્પવાળી શ્રદ્ધાની વાત છે ને?
પૂજ્ય ગુરુદેવ - હા, પહેલાં વિકલ્પવાળી શ્રદ્ધા હોય છે, પરંતુ એનાથી કાર્ય થતું નથી. પરંતુ કાર્ય થતાં પહેલાં હોય છે તેથી વ્યવહારથી એમ જ બધી વાતો આવે. ૬૧૭.
* સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકામાં તો વ્યવહાર આદરવારૂપ પ્રયોજનવાન છે ને? –ના, સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકામાં વ્યવહાર કેવો હોય છે તે જાણવા પૂરતો પ્રયોજનવાન છે. સમ્યગ્દર્શન પહેલાં કેવા નિમિત્ત હોય છે તેટલું જાણવા પૂરતો વ્યવહારનો ઉપદેશ કાર્યકારી છે. જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com