Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 238
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વરૂપમાં એ કોઈનો પ્રવેશ થયો જ નથી. મારું કાંઈ ખોવાણું નથી. મારું કાંઈ ઓછું થયું નથી. આમ જાણીને હે ભાઈ ! તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. ૯૬૪. * એને ઝાઝા જ્ઞયોની સામું જોવાની ટેવ પડી ગઈ છે એટલે એને એક શેય તરફ આવવું કઠણ લાગે છે. ઝાઝા બહારના જ્ઞય સામું જોતા તેને ભરેલું-ભરેલું લાગે છે અને એક શેયમાં એને ખાલી ખાલી લાગે છે. ખરેખર તો ઝાઝા યોમાં ખાલીખમ છે અને આ એક ય ભરેલું છે. અનંતા શેય તરફ વળતાં એકનું જ્ઞાન સાચું થતું નથી અને એકને જાણતાં અનંતાનું જ્ઞાન સાચું થઈ જાય છે. આ એક શેયમાં જ મહાનતા છે. જેમાંથી અનંતી અનંતી કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે એ જ મહાન જ્ઞય છે. ૯૬૫. * આત્મામાં પુણ્ય-પાપ આદિ રાગ-દ્વેષ ભાવ થાય છે તે પોતાના અપરાધથી થાય છે પણ કર્મનો ઉદય કરાવે છે એમ શંકા ન કરવી. ક્રોધ, માન, માયા, લોભ આદિ ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય ઊપજાવે છે એમ શંકા ન કરવી. અહીં સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યની તો વાત પણ નથી પરંતુ અંદરમાં જે કર્મો છે તે આત્માને બળજરીથી રાગ-દ્વેષ કરાવે છે એમ શંકા ન કરવી, આત્મા પોતાના દોષથી રાગદ્વેષ કરે છે. ૯૬૬. * ભાઈ ! શક્તિ તરીકે તું પરમાત્મા છો, નાળિયેરમાં જેમ ટોપરાનો ધોળો ગોટો, નાળિયેરના છાલા, કાચલી તથા રતાશથી ભિન્ન છે તેમ ભગવાન આત્મા શરીરથી જુદો, કર્મથી જુદો ને પુણ્ય-પાપની લાગણીથી જુદો શુદ્ધ અને આનંદનો ગોળો છે, તેને ઓળખવો તે ધર્મ છે. બાપુ, આવું મનુષ્યપણું મળવું મુશ્કેલ છે, જિંદગી ચાલી જાય છે, ભ્રમણામાં રહી જઈશ તો પછી કયારે આવો અવસર પામીશ? માટે ચેત, ભાઈ ચેત. ૯૬૭. * શરીર-મન-વાણીની પ્રીતિ તે તેનું સેવન છે. હવે તું તેનું સેવન છોડીને શુદ્ધાત્માનું સેવન કર, પ્રીતિ કર, તેમાં એકાગ્ર થા, તને પરમ સુખ થશે. તું ભગવાન છો ! પામરતાનું પડખું ફેરવી નાખ ! શરીર મારું, સ્ત્રી મારી, પુત્ર-પૈસા મારા એમ તું શરીરના પડખે સૂતો છે પણ ત્યાં કષાય સળગી રહ્યો છે તેથી ત્યાંથી પડખું ફેરવીને શુદ્ધાત્મ પરમાત્મ સ્વરૂપને પડખે આવ, તને પરમ શાંતિ અનુભવાશે. ૯૬૮. * અજ્ઞાની જીવોને બંધનમાં નાખવા યમરાજાએ સ્ત્રી અને ગૃહવાસરૂપી મજબૂત જેલ રચી છે. સ્ત્રી એ ઘરનું મૂળ છે. સ્ત્રી બંધનું કારણ નથી પણ સ્ત્રી પ્રત્યેનો મોહ છે તે બંધનું કારણ છે. બીજી રીતે રાગની પરિણતિ તે સ્ત્રીનું ઘર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267