Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 242
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * સ્વસમય અને પરસમય સાથે વાદ-વિવાદ કરવાયોગ્ય નથી. તું તારા આત્માનો અનુભવ કર. પરની સાથે વાદ-વિવાદમાં પડવા જેવું નથી. નિધાન પામીને નિજ વતનમાં જઈ ભોગવવા કહ્યું છે માટે પોતાની નિધિ પામી પોતે એકલા ભોગવવા જેવું છે. ૯૮૨. * શ્રોતા:- શું જીવો દુઃખમાં સુખ માનતા હશે? પૂજ્ય ગુરુદેવઃ- હા, મૂઢ છે ને! –એટલે દુઃખમાં સુખ માને છે, એણે વાસ્તવિક સુખનો નમૂનો કયાં જોયો છે? એટલે શેની સાથે સરખાવે? દુઃખને જ સુખ માની રહ્યો છે. ૯૮૩ * સંસારને મારીને મરે, એણે મરી જાયું છે. સંસાર એટલે વિકારને મારીને ચૈતન્યજીવન વડે જીવતો થયો તેણે જીવતાં અને મરતાં જાણ્યું છે. ૯૮૪. * પથ્થરની પાતળી શિલા ઉપર શાસ્ત્ર કોતર્યા હોય અને પાણી ઉપર મૂકે તો ડૂબી જાય, તેમ એકલા શાસ્ત્રના ભણતરના બોજા ઉપાડયા હોય પણ તેના ભાવ સમજ્યા વિના ઈ ભણતર એને તારશે નહીં, સંસારમાં ડૂબી જશે. ૯૮૫. * પરસે અપનેકો બડા માનના ઈસમેં અપના સ્વરૂપકા “ખૂન” હોતા હૈ! ૯૮૬. * સજ્જનનો મહિમા દુશ્મન પાસે કરાવવામાં આવે તો એ દુશ્મન સજ્જનનો મહિમા-વખાણ કરી કરીને કેટલો કરે ? તેમ ચૈતન્યનો જડ એવી વાણી મહિમા કરી કરીને કેટલો કરે? ઝાડ ઉપર ને ડાળી ઉપર ચંદ્ર બતાવતાં ડાળી ઉપરથી પણ દૂર દૂર દષ્ટિ ચાલી જાય તો ચંદ્ર દેખે. તેમ ન્યાય-યુક્તિ આદિથી વસ્તુ બતાવતાં એનાથી પાર દષ્ટિ અંતરમાં (અભેદમાં) ચાલી જાય તો વસ્તુનો અપાર મહિમા અનુભવમાં આવે. ૯૮૭. * લાડવો આત્મા ખાઈ શક્તો નથી. પરંતુ હું લાડવો ખાવ છું એમ માને છે ઈ આત્મા જ નથી. હરખ-શોખને વેદે ઈ આત્મા જ નથી. ૯૮૮. * બાપુ! આત્મામાં આનંદ છે, બીજે કયાંય આનંદ છે નહીં. શુભભાવ કર્યા હોય તોપણ સ્વર્ગમાં આનંદ કયાંય છે નહીં. બહારની અગવડતા જરીક ઓછી થાય ત્યાં તો રાડે રાડ પાડે ને જરાક સગવડતા આવે ત્યાં તો ફૂલી જાય પણ બાપુ ! એમાં છે શું? સનેપાત થયો છે સનેપાત! ભાઈ સુખ તો આત્મામાં છે બાપુ ! સમકિતીને શુભભાવના ફળમાં સ્વર્ગ મળે પણ તેમાં તે સુખ માનતો નથી. અજ્ઞાનીને તો હાય... હાય... શરીર સારાં હતા ત્યારે આ કર્યું નહીં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267