________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
૨૧૩ * હે ભાઈ ! સને સમજ્યા વિના તને કોઈ શરણ નહિ થાય. આંખ મીંચાણી ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું અજાણ્યું.... અજાણ્યું થઈ પડશે... અંદરના જાણીતાને જેણે જાણીતો કર્યો હશે તે જ્યાં જશે ત્યાં જાણીતો જ રહેશે. ૯૩૭.
* તિર્યંચને સમ્યકત્વ થાય છે, ત્યાં કોઈએ પૂર્વે “આત્મા શુદ્ધ છે” એમ સાંભળ્યું હોય છે તે સ્મરણમાં આવતાં, પછી વિચારમાં ઉતરે છે, અને જેમ વીજળી ઉપરથી નીચે ઉતરી જાય, એમ વીર્ય અંતરમાં ઉતરી જાય છે. બસ! કરવાનું તો આટલું જ છે. પછી એમાં ને એમાં ઠરવાનું છે. ૯૩૮.
* ટૂંકામાં તો આવું છે કે તારા ધ્રુવસ્વરૂપમાં આનંદ ભર્યો છે, એમાં દષ્ટિ દે. આકુળતા થાય છે, પણ વસ્તુ તો અનાકુળ રસ છે એના તરફ દષ્ટિ દે. લાખ વાતની આ એક વાત છે; બધું કોણ ભણતું તું! આમ વાત છે. ૯૩૯.
* કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહિ, પણ હું ભવિષ્યમાં એવો આવીશ કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો ક્ષણમાં કેવળજ્ઞાન લાવીશ. ૯૪).
* શ્રીમદ્ રાજચંદ્ર જેવા પણ ઈડરના પહાડ ઉપર બેસી શ્લોકની સ્વાધ્યાય કરતા. કોઈ કહે કે પણ નિર્વિકલ્પ થઈ જાવ ને! સ્વાધ્યાય તો શુભ રાગ છે! તો એ સ્વચ્છંદી છે. મિથ્યાત્વમાં નિર્વિકલ્પ થઈ ગયો છે. ૯૪૧.
* સર્વજ્ઞની વાણીએ પણ હું પુરો ન પડું એવો, એ તે હું કોણ? એનું જેને માહાભ્ય આવ્યું છે આહાહા! ... અને એ માહાભ્યનું ભાસવું એ જ એને કરવાનું કર્તવ્ય છે. ૯૪૨.
* સ્વભાવ અને રાગ સાથે એણે ગાંઠ બાંધી છે એ ગાંઠને એક ક્ષણ પણ એ તોડે તો રાગથી જુદો પરમાત્મા એને હાથમાં આવે છે. ૯૪૩.
* અરે જીવ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં તે ઘણાં દુઃખો સહન કર્યાનરકાદિના ઘોરમાં ઘોર દુ:ખોથી પણ તું સોંસરવટ નીકળી ગયો. પણ..... વિરાધકભાવે, એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી સોંસરવટ નીકળી જા એટલે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ આરાધકભાવથી તું ડગે નહિ, તો ફરીને આ સંસારનું કોઈ દુઃખ તને ન આવે ને તારું સુખધામ તને પ્રાપ્ત થાય. ૯૪૪.
* શરીર-ધન-મકાન આદિ અનુકૂળતા દેખીને તને વિસ્મયતા અને કુતૂહલતા આવે છે તો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે, અજાયબઘર છે તેનું કુતૂહલ તો કર ! ભગવાન સર્વજ્ઞદેવે જેના આટલા-આટલા વખાણ ને મહિમા કર્યો છે એવો આત્મા કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર ! એકવાર વિસ્મયતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com