________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વરી અશુદ્ધતાનો તથા તેમાં નિમિત્તરૂપ જે અનંત કર્મપરમાણુ હુતા તેનો પણ નાશ થઈ જાય છે; કર્મની પર્યાય અકર્મરૂપ થઈ જાય છે. ૭૩૮.
* સમયસારની ટીકામાં-ચોથા કળશમાં- “નિવર્તિ રમન્ત' કહ્યું છે. જે જિનવચનમાં રમે છે તે શીધ્ર પરમ જ્ઞાયકજ્યોતિરૂપ નિજ સમયસારને અનુભવે છે. જિનવચનમાં શું કહ્યું છે? ત્રિકાળી જિનસ્વરૂપી જ્ઞાયક પ્રભુ કે જેમાં ઉદયભાવનો સંગ નથી ને વ્યવહાર કે વિકલ્પની ગંધ નથી તેને જિનવચનમાં ઉપાદેયપણે કહ્યો છે. બધા શાસ્ત્રોમાં ત્રિકાળ સ-લક્ષણવાળા નિજ આત્માનું-વીતરાગસ્વરૂપ નિજ જ્ઞાયકભાવનું-લક્ષ કરવાનું કહ્યું છે. આ વીતરાગસ્વરૂપ જ્ઞાયક આત્માનો જ પરિચય રાખજે; કેમ કે પ્રભુની આજ્ઞા વીતરાગતા પ્રગટ કરવાની છે. વીતરાગ સ્વભાવનો અંશે આશ્રય થતાં પર્યાયમાં અંશે વીતરાગતા પ્રગટ થશે અને તે વીતરાગ પર્યાય સ્વભાવનો પૂર્ણ આશ્રય થતાં, પૂર્ણ વીતરાગતાનું કારણ થશે. ૭૩૯.
* સ્વભાવદષ્ટિમાં રાગ આવતો નથી તેથી રાગના કાર્યને સ્વભાવથી જુદું પાડીને તેનો કર્તા દષ્ટિપ્રધાન કથનથી પુદ્ગલકર્મને કહ્યું અને જ્ઞાનપ્રધાન કથનમાં પ્રવચનસારની ૪૭ નયોના અધિકારમાં રાગના પરિણામ જીવમાં થતા હોવાથી જ્ઞાની જીવને રાગનો કર્તા કહ્યો છે. પંચાસ્તિકાય ગાથા ૬રમાં કહ્યું છે કે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધાદિના શુભાશુભ પરિણામ થાય છે તેને કર્મની તો અપેક્ષા નથી પણ જીવ દ્રવ્યની અપેક્ષા વિના રાગાદિ વિકાર પરિણામ પર્યાયના પકારકની ક્રિયાથી સ્વતંત્ર થાય છે. જ્યાં જે વિવક્ષાથી કથન હોય તે સમજવું જોઈએ. ૭૪૦.
* નિશ્ચયથી પરમ ઉપેક્ષા સંયમવાળા મુનિને શુદ્ધાત્માની આરાધના સિવાયનું બધું ય અણાચાર છે. શાસ્ત્રસ્વાધ્યાય-ભક્તિ-વ્રત-તપ-વ્યવહારરત્નત્રયનો રાગ આદિ બધો શુભરાગ તે અણાચાર છે. એ બધા શુભરાગની ઉપેક્ષા છે-અપેક્ષા નથી એવા પરમ ઉપેક્ષા સંયમવાળા મુનિને અતીન્દ્રિય આનંદના વેદન સિવાયનું બધું ય અણાચાર છે. શુદ્ધાત્માની આરાધના, શુદ્ધાત્માની ઉપાસના, સન્મુખતા, એકાગ્રતા સિવાયનું બધુંય એટલે વ્યવહારરત્નત્રયનો બધો ય શુભરાગ તે અણાચાર છે. ભગવન્ત પરમાત્મસ્વરૂપ જ તું છો, પણ એ વાત કેમ બેસે? કુંદકુંદ આચાર્ય મહારાજ એમ કહે છે કે શુદ્ધાત્મા સિવાયનો બધોય રાગ એટલે કે અમારા તરફનો રાગ એ બધો ય અણાચાર છે. પ્રભુ અણાચાર ભાવ એ તારું સ્વરૂપ નથી, એના પડખેથી ખસી જા. તારી સેવા સિવાયનું બધું અણાચાર છે. નિજ શુદ્ધાત્માની સન્મુખતા જ એક આચાર છે, એક જ પ્રતિક્રમણ છે. ૭૪૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com