________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] .
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર દયા, દાન વગેરેનો જે વિકલ્પ આવે છે તે વિભાવ છે-પરદેશ છે; તે દેશના અમે નથી. વચનામૃતના ૪૦૧મા બોલમાં બેને પણ કહ્યું છે. જ્ઞાનીનું પરિણમન વિભાવથી વિમુખ થઈને સ્વરૂપની તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. સ્વરૂપની સ્થિરતામાં કયારે પૂર્ણ થઈ જઉં એમ અંદરથી તલસે છે. બહારનાં ધૂળનાં ગામ-નગર તો અમારો દેશ નહિ, પણ અંદરમાં જે દયા, દાન, વ્રત, તપ વગેરે પુષ્યના-વ્યવહારરત્નત્રયના ભાવ ઊઠે છે તે પણ અમારો દેશ નથી. એ પરદેશમાં અમે કયાં આવી ચડ્યા? અમને અહીં જરાયે ગમતું નથી. સમકિતીને શુભરાગ પણ જરાયે સારો લાગતો નથી. જ્ઞાની કહે છે. વિભાવસ્વરૂપ પરદેશમાં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો પ્રદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે વસવું છે જ્યાં બધાં અમારા છે. ૮૯૦.
* અરેરે! આ દેહ છૂટી જશે ભાઈ ! ઉતારા કયાં કરીશ? અંદર તારી જ્ઞાયક ચીજની દષ્ટિ ન કરી ને રાગના પ્રેમમાં રોકાઈ ગયો તો ચોરાશીના અવતારમાં રખડીશ; કેમ કે આત્મા તો અનંત કાળ રહેવાવાળો છે. આ દેહ તો છૂટશે ને? પછી કયાં રહીશ? જેને રાગનો રસ છે તે તો મિથ્યાત્વમાં-પરિભ્રમણમાં રહેશે અને જેને આત્માનો રસ છે તે સાદિ-અનંતકાળ આત્મામાં-સુખમાં રહેશે. ૮૯૧.
* પ્રભુ! તારામાં અનંત અનંત અગાધ શક્તિઓ ભરી પડી છે. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ આનંદ, સહજ વીર્ય આદિ અનંત ગુણો-જેના સ્વભાવની અનંતતાનો કોઈ પાર નથી એવી અનંત અનંત શક્તિઓ-તારામાં સદા વિદ્યમાન છે. તારામાં તારો બધો વૈભવ ભરપૂર પડ્યો છે, તેમાં કાંઈ પણ બહારથી લાવવાનું નથી. સમસ્ત વિશ્વને એક સમયમાં જાણનાર એવા અનંત સામર્થ્યવાળી કેવળજ્ઞાનની એક સમયની પર્યાય અને એવા બીજા અનંત ગુણોની એક સમયમાં પરિપૂર્ણ પર્યાય-એ બધું પ્રગટવાની અગાધ શક્તિ તારામાં છે. પ્રભુ! તું બીજે કયાં શોધવા જાય છે? અરેરે ! કસ્તુરી છે પોતાની નાભિમાં ને હુરણ ગોતવા દોડે છે. જંગલમાં! આ જીવ પણ, શક્તિ છે અંદરમાં ને ગોતવા જાય છે. બહારમાં. એ પણ હરણ જેવો જ છે-મનુષ્યરૂપે પૃથ્થરન્તિ' . પોતાની અગાધ શક્તિની પ્રતીતિ અને જ્ઞાન નથી તે, રાગ ને પરને પોતાનું માનીને, મૃગની જેમ, ચાર ગતિમાં રખડે છે. ૮૯૨.
* મુનિરાજ જાણે વીતરાગની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. રાગદ્વેષના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com