Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 225
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૨૦૫ અંશના કણ વિના એકલી વીતરાગતાની મૂર્તિ મુનિરાજ છે. મુનિને તો ત્રણ કષાયનો અભાવ થયો છે, તે મુનિરાજને શાન્તિનો સાગર ઊછળે છે. મુનિરાજ તો જાણે વીતરાગની મૂર્તિ છે. ભગવાન આત્મા વીતરાગમૂર્તિ છે ને મુનિરાજ તો પર્યાયમાં વીતરાગની મૂર્તિ છે. શ્રી નિયમસારના કળશમાં તો કહ્યું કે અરેરે! આપણે જડમતિ છીએ કે મુનિરાજમાં ને સર્વજ્ઞમાં ભેદ જાણીયે છીએ! આહાહા ! મુનિરાજ તો જાણે સાક્ષાત્ વિતરાગની મૂર્તિ હો એ રીતે પરિણમી ગયા છે અને મુનિ કહીયે. ૮૯૩. * પરમાત્મતત્વના જ્ઞાન વિના ભ્રાંતિગતપણે જીવ શુભાશુભનો કર્તા થયો થકો શુભભાવની રુચિ આડે મોક્ષમાર્ગને લેશમાત્ર વાંચ્છતો નથી, તેની ભાવના ભાવતો નથી એવા અજ્ઞાની જીવને આ લોકમાં કાંઈ પણ શરણ નથી. અજ્ઞાની જીવ લોકમાં અશરણપણે ભ્રમણ કર્યા કરે છે. ૮૯૪. * જ્યારે અહીં શુભભાવ થયો તે જ સમયે શાતાવેદની કર્મ બંધાયા તે પર્યાય તેના ક્રમબદ્ધમાં હતી તેમ જ થઈ છે, તે ક્ષણે કર્મની પર્યાયનો ઉત્પત્તિનો કાળ હતોક્રમ હતો તે પ્રમાણે થઈ છે તે ક્રમબદ્ધ સિદ્ધ થયું, હવે અજ્ઞાનીનો શુભરાગ છે તે નવા કર્મબંધમાં નિમિત્તકર્તા છે. કર્મબંધની પર્યાય પોતાના ઉપાદાનપણે થઈ તેમાં અજ્ઞાનીનો શુભરાગ નિમિત્તકર્તા છે, એ રીતે ઉપાદાન-નિમિત્ત સિદ્ધ થયા. વળી શુભરાગ કર્મબંધમાં નિમિત્ત પડે છે પણ મોક્ષમાં નિમિત્ત થતો નથી અર્થાત્ શુભરાગ છે, તેનાથી નિશ્ચય થતો નથી એટલે કે વ્યવહારથી નિશ્ચય થાય છે તે વાત પણ ઊડી ગઈ. એ રીતે નિશ્ચય-વ્યવહાર સિદ્ધ થયા. રાગ આવ્યો તે ઉત્પત્તિનો જન્મકાળ હતો અને કર્મની પ્રકૃત્તિ બંધાણી તે તેના જન્મક્ષણે થઈ છે અને જ્ઞાનીને તેનું જ્ઞાન પણ પોતાના સ્વકાળે થયું છે. એ રીતે આ બધું ક્રમસર પરિણમન થયું છે, અક્રમે થયું જ નથી. એમ સિદ્ધ થયું. ૮૯૫. * જ્ઞાનમાં આમ નક્કી તો કર! વસ્તુનું સ્વરૂપ આવે છે એમ જ્ઞાનમાં નિર્ણયને અવકાશ તો દે ભાઈ ! અરે, એને મરીને કયાં જવું છે! દરેક યોનિમાં અનંતા ભવો ગાળ્યા; હવે તો પરથી લક્ષ ફેરવીને આત્મામાં ડૂબકી માર! તું તારા ઘરમાં જાને! એ બધા શુભ-વિકલ્પો હોય, પણ એ તારા ઘરની ચીજ નથી, ભગવાન! તું તો દેહની પીડા ને રાગની પીડા-બન્નેથી ભિન્ન છો, તે દેહના રોગનો તને જે અણગમો લાગે છે તે તો દ્વેષ છે-એ એકેય ચીજ તારા ઘરમાં નથી. ૮૯૬. * વ્યવહાર વડે પરમાર્થનું પ્રતિપાદન થતું હોવાથી અને પરમાર્થને વ્યવહાર વિના સમજાવવો અશકય હોવાથી, પરમાર્થના પ્રતિપાદક તરીકે વ્યવહારનું સ્થાપન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267