________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૦૧ અરે ! જુઓ તો ખરા! આ સર્વજ્ઞની વાણી! સંતોની રચના તો જુઓ! સર્વજ્ઞના માર્ગ સિવાય બીજાનો એક અક્ષર પણ સાચો નથી, બીજું તો બધું ય વિપરીત છે. સત્ય વાત સમજ્યા પહેલાં પણ ઓથે ઓથે તેનું બહુમાન કરીને જે હા પાડે છે, તે જીવને બીજી વિપરીતતાનો આદર કરનારા જીવો કરતાં તો ફેર પડ્યો છે. ભલે હજી સ્વભાવની દષ્ટિ ન પ્રગટી હોય, પણ સત્યનો આદર કર્યો તેનામાં પણ તેટલો તો ફેર પડયો છે કે નહિ? ભવનો અભાવ તો સ્વભાવની દષ્ટિ કરશે ત્યારે જ થશે પણ ત્યાર પહેલાં અસત્યનું પોષણ છોડીને સત્યના આદરનો ભાવ પણ જેને ન આવે તેને તો સ્વભાવમાં જવાની પાત્રતા પણ કયાંથી આવશે? અખંડ સ્વભાવની દષ્ટિ પ્રગટ્યા પહેલાં તેના બહુમાનપૂર્વક શ્રવણ-મનનનો ભાવ આવ્યા વગર રહેતો નથી. સત્યનો હુકાર લાવીને તેનો આદરભાવ પણ જે પ્રગટ ન કરે તેને તો અંતરસ્વભાવની દષ્ટિ પ્રગટ કરવાનો અવસર પણ આવતો નથી. ૮૮૩.
* સતીઆ સત્ નવ છોડીએ, સત્ છોડીયે સત્ જાય.
એમ ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્તમ્ સત્ છે. દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી સત્ છે. એ સત્ પર્યાયને આડી-અવળી કરીશ નહિ. બીજાથી સત્ પર્યાયનો ઉત્પાદ થાય તેમ માનીશ નહિ. જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે પૂર્વપર્યાયના વ્યયથી-અભાવથી થાય છે પણ નિમિત્તથી ઉત્પાદ થતો નથી. ભાઈ ! સુખી થવું હોય તો સત્ જેમ છે તેમ તારી શ્રદ્ધા રાખજે. આહાહા! આવી સ્વતંત્રતાની વાત જૈનદર્શન વિના બીજે કયાંય નથી. ૮૮૪.
* વિકલ્પ થાય છે તે ક્રિયા છે, તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ દ્રવ્યથી ભિન્ન નથી. તેથી વિકલ્પનો કર્તા પોતે છે, પર તેનો કર્તા નથી. જીવના પરિણામ પોતાથી છે પરથી નથી તેમ માને ત્યારે તો હુજુ વ્યવહાર-શ્રદ્ધા છે. સમ્યગ્દર્શનની ક્રિયા પરિણામ છે, તે પરિણામ દ્રવ્યથી અભિન્ન હોવાથી સમ્યગ્દર્શનનો કર્તા જીવ પોતે છે, દર્શનમોહકર્મનો અભાવ તેનો કર્તા નથી. દિવ્યધ્વનિથી જ્ઞાન થતું નથી, મહામુનિના ઉપદેશથી જ્ઞાન થતું નથી, કેમ કે જ્ઞાનની ક્રિયા પરિણામસ્વરૂપ છે, તે પરિણામથી ભિન્ન નથી અને પરિણામ દ્રવ્યથી–જીવથી ભિન્ન નથી. તેથી જ્ઞાનની ક્રિયાનો કર્તા જીવ છે પરંતુ દિવ્યધ્વનિ કે મહામુનિનો ઉપદેશ જ્ઞાનનો કર્તા નથી. કેવળજ્ઞાન થયું તેનો કર્તા ઘાતિકર્મનો અભાવ નથી કે વજનારાચસંહનનના કારણે કેવળજ્ઞાન થયું નથી, કેવળજ્ઞાનનું કારણ દ્રવ્ય પોતે જ છે. ૮૮૫.
* મોક્ષપાહુડમાં ‘પરફથ્વીનો પુરૂં' કહ્યું છે અને પ્રવચનસારમાં કહ્યું કે પદ્રવ્ય એવા અતને જાણતાં સમ્યગ્દર્શન થાય છે પણ તેનો અર્થ? –કે મારો આત્મા અત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com