Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 214
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ઉત્પાદ કરવો હોય, તો નિર્વિકાર ને નિર્વિકલ્પ એવા નિજ ચૈતન્યના અભેદ ધ્રુવ સ્વરૂપને ગ્રહણ કર. આત્મવસ્તુ-કાયમી ચીજ-જે અંદરમાં જ્ઞાયકપણે એકરૂપ પડી છે, જેમાં પર્યાય અને ગુણગુણીના ભેદ પણ નથી, જે જ્ઞાન, આનંદ આદિ અનંત ધ્રુવ ગુણોની એક્તાસ્વરૂપ અભેદ પદાર્થ છે, તેને રુચિ અંતર્મુખ કરીને ગ્રહણ કર, તેના પર દષ્ટિ લગાવી દે. રાગ ઉપર દષ્ટિ તે તો મલિનતા છે. મલિનતા ટકતી નથી અને ગમતી પણ નથી, માટે તે આત્માનો સ્વભાવભાવ નથી. ભગવાન આત્મા કે જે ચૈતન્યના નૂરનું પૂર છે, શાશ્વત ટકતી અને ગમતી ચીજ છે, જ્ઞાયકના દિવ્ય તેજથી સદા ભરપૂર છે, તેને ગ્રહણ કર, નિર્મળાનંદ જ્ઞાયકપ્રભુની દષ્ટિ કર, તેને ધ્યેય બનાવી દે, તારી વર્તમાન શ્રદ્ધાપર્યાયનો વિષય બનાવી દે, તેનો અંતરથી આદર, આશ્રય કર તો તારી અનાદિની વિભાવદશા-દુ:ખદશા-છૂટશે અને મુક્તદશા પ્રાપ્ત થશે. ૮૪૩. * “મારે મારું હિત કરવું છે' એવી ભાવના-ઇચ્છા-અભિલાષા જીવે અનંત વાર કરી, અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર દિગંબર જૈન દ્રવ્યલિંગી સાધુ થયો, પણ દષ્ટિ બહારની ક્રિયા ને રાગ ઉપર રાખી તેથી મિથ્યાદષ્ટિ રહ્યો. મિથ્યાષ્ટિને “મારે આત્માનું કલ્યાણ કરવું છે” એવા પરિણામ તો હોય છે, મંદકષાયના કારણે તેને વેશ્યા પણ શુભ હોય છે, પરંતુ વિવિધ શુભ ભાવમાં સર્વસ્વ માનીને તેમાં જ સંતોષાઈ જાય છે, શુભ રાગથી પણ ભિન્ન ત્રિકાળશુદ્ધ જ્ઞાયકભાવનું લક્ષ કરતો નથી. ૮૪૪. * ભગવાન આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો ત્રિકાળી ધ્રુવ પિંડ છે, પરંતુ અંતરમાં તેનું ભાન તેમ જ મહિમા નહિ હોવાથી જીવને અનાદિથી પર્યાય ઉપર જ દષ્ટિ છે. સાધુ થયો તોપણ પર્યાયદષ્ટિ-પર્યાય ઉપરનું લક્ષ-છોડ્યું નહિ. પર્યાય પાછળ આખું ત્રિકાળી તત્ત્વપૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ-પડેલ છે તેના ઉપર નજર ન કરી. જે વર્તમાન પર્યાયમાં થતાં શુભાશુભ ભાવ પર જ લક્ષ છે તે તો પર્યાયદષ્ટિ છે. તેના ઉપર જેને દષ્ટિ છે તેને અંદર જે દ્રવ્યસ્વભાવ-આત્મપદાર્થ, આખો માલભર્યો પડયો છે તેનું ભાન નથી. પર્યાય તો વ્યવહારનયે, અભૂતાર્થનયે આત્મા છે, તે પરમાર્થ શુદ્ધ ધ્રુવ આત્મા નથી. ૮૪૫. * આખી દુનિયાનો ભાર માથે ઉપાડીને ચાલે તેને પ્રભુ કહે છે કે રાગનો એક કણ જે પરના લક્ષે થાય છે તેનો કર્તા આત્મા નથી. આહાહા ! આ વાત કોને બેસે! જેને ભવના દુઃખોથી અંદર ત્રાસ ત્રાસ થતો હોય એને પ્રભુની આ વાત અમૃત જેવી લાગે. ૮૪૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267