________________
૧૭૬]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * પરયને પરસ્વરૂપે જાણવું એ એનું સ્વરૂપ છે પણ એને પોતાના માનવા એ ભ્રાંતિ છે. એણે ભૂલનું સ્વરૂપ જ જાણ્યું નથી. પરશેયને પોતાના માનવા એ મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. જગતને પોતાનું માનવું એટલે રાગને પોતાનો માનવો એ ભ્રાંતિ છે. ૭૬૩.
* ગુણસ્થાન દેખીને મુનિને જે વંદન કરે છે તે ગુણસ્થાન તો અચેતન છે. તેથી ગુણસ્થાનને વંદન તે દેહને જ વંદન થઈ જાય છે. તેથી તે દેહની સ્તુતિ છે, ચૈતન્યની સ્તુતિ નથી અને જીવની સ્તુતિ તો પોતાના અંતરમાં જાય ત્યારે થાય છે. ૭૬૪.
* શ્રોતા - પર્યાયનો વિવેક અને પર્યાયદષ્ટિ એ બેમાં શું ફેર છે?
પૂજ્ય ગુરુદેવઃ- પર્યાયનું જ્ઞાન કરવું તે પર્યાયનો વિવેક છે અને પર્યાયની રુચિ અને દષ્ટિ રાખીને પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માનવું તે પર્યાયદષ્ટિ છે. બેમાં મોટો ફેર છે. ૭૬૫.
* કોઈ એમ કહે કે આ પહેલાં મોક્ષ ગયા અને આ પછી મોક્ષ ગયા. આવો પહેલાં-પછીનો ભંગ વીતરાગ સ્વભાવમાં છે જ નહિ. આત્માનું ભાન થયા પછી એક ભવ કરે કે થોડા વધુ ભવ કરે, પણ વીતરાગ સ્વભાવમાં પહેલાં-પછી એવો ભંગ નથી. પહેલાં-પછીનો ભંગ પાડવો એ તો વિષમતા છે, કષાય છે. ચૈતન્યને પહેલાં-પછી મોક્ષ કહેવો તે તો મેણા-ટોણા દેવા બરાબર છે. ૭૬૬.
* આત્માના સાક્ષાત્કાર હોનેવાલેથી દષ્ટિ દૂસરી જાતિકી હોતી હૈ. ઉસકો તો સબ પ્રકારકા વિવેક હો જાતા હૈ. સારા આગમકા રહસ્ય ઉસકો ખુલ ગયા છે. ૭૬૭.
* સર્વાર્થસિદ્ધિના દેવો અસંખ્ય અસંખ્ય અબજ વર્ષો સુધી સ્વાધ્યાય કરે છે, પરંતુ જાણે છે કે આત્માના અનુભવમાં જશું ત્યારે આ સ્વાધ્યાયનો પાર આવશે. જેને થોડો વખત સ્વાધ્યાય કરતાં કંટાળો આવી જાય છે ઈ તો અસંખ્ય અબજ વર્ષો સુધી સ્વાધ્યાય કરી જ શકે નહિ. એને તો વ્યવહારે જે શાસ્ત્ર-સ્વાધ્યાયનો વિકલ્પ હોય ઈ (વ્યવહાર) પણ નથી. ૭૬૮.
* જીવની હાજરીમાં હાથ-પગ-મોટું-આંખ ખુલે, ખવાય-પીવાય-બોલાય, ત્યાં એને એમ થઈ જાય છે કે આ બધું મારાથી થાય છે ને હું એને કરું છું-એવો ભ્રમ થાય છે. પણ આત્મા તો એનાથી ભિન્ન એકલો ચૈતન્ય જ્ઞાયક જ છે તે એને બેસતું નથી. ૭૬૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com