________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૮૧ સૂક્ષ્મ તત્ત્વ બેસે નહિ અને ધર્મના નામે પણ ક્રિયાકાંડના આગ્રહમાં પડ્યા હોય એવા જીવને પણ આ ભગવાને કહેલું સૂક્ષ્મતત્ત્વ બેસે નહિ. માટે ભાઈ ! તું વાદવિવાદ કોઈની સાથે કરીશ નહિ, કેમ કે તત્ત્વ સૂક્ષ્મ ચીજ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહિ, દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય, એક પર્યાય બીજી પર્યાયને અડે નહિ. એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી એ વાત બાપદાદા કોઈએ સાંભળી નથી. એવી સૂક્ષ્મ વાત કેમ બેસે? ભગવાન તીર્થંકરદેવે છે દ્રવ્યો જોયા છે. તે દરેક દ્રવ્યની પર્યાય જે કાળે જે ક્ષેત્રે જે રૂપે થવાની તે થવાની જ છેઆવી સૂક્ષ્મ વાતો જગતના સાધારણ જીવોને બેસે એવી નથી, માટે કોઈની સાથે વાદવિવાદ કરીશ નહિ. તું સમજીને સમાઈ જા.... ૭૮૪.
* ત્રણકાળ ત્રણલોકની જે પર્યાયો છે તે બધી જ્ઞય તરીકે કેવળજ્ઞાનની પર્યાયમાં અર્પાઈ જાય છે. જેટલા જ્ઞયો છે તેની ભૂત-વર્તમાન-ભાવિની બધી પર્યાયો એક સમયમાં જ્ઞાનમાં અકંપપણે અર્પાઈ જાય છે-જણાય જાય છે. ગયા કાળની ને ભવિષ્યની ને વર્તમાનની બધી પર્યાયો જાણે સ્થિર હોય એમ અકંપપણે જ્ઞાનને શેયપણે અર્પે છે-શેયપણે વર્તે છે. આવું ક્રમબદ્ધ સ્વરૂપ છે તેને જે માનતો નથી તે વસ્તુની સ્થિતિને માનતો નથી ને વસ્તુની સ્થિતિને માનતો નથી તે કેવળજ્ઞાનને જ માનતો નથી. ૭૮૫.
* વસ્તુમાં અધિકરણ નામનો ગુણ છે, તેના આધારે વસ્તુ ટકી રહી છે, અન્યના આધારે નથી. આત્મા શરીરના આધારે નથી રહ્યો, શરીર પાટના (ખુરશીના) આધારે રહ્યું નથી, પાટ જમીનના આધારે રહી નથી. એક રજકણ બીજા રજકણના આધારે રહ્યું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-કર્મ-કરણ કે આધાર નથી. સાંભળજો ભાઈ ! આ ભગવાનની વાણીનો પડકાર છે. આત્મવસ્તુ ચમત્કારીક ચીજ છે. એવા આત્માનો વિશ્વાસ.. વિશ્વાસ.. વિશ્વાસ આવવો જોઈએ, “વિશ્વાસ વહાણ તરે છે. પાણીના આધારે વહાણ તરતું નથી, વહાણ વહાણના આધારે તરે છે. આવી વસ્તુની સ્થિતિ છે. આત્મા વિશ્વનો પ્રકાશક છે. વિશ્વ એટલે અનંત પદાર્થો, એ અનંત પદાર્થોની અસ્તિ પોત પોતાથી જ ભિન્નભિન્ન અસ્તિત્વરૂપે રહી શકે છે. જો એક પદાર્થ બીજા પદાર્થના આધારે રહે તો અનંત પદાર્થોની અસ્તિ સિદ્ધ થઈ શકે નહીં. બીજા સંયોગી દ્રવ્યથી જોવું એ તો સંયોગદષ્ટિ છે. વસ્તુના ચમત્કારીક સ્વભાવથી જોવું તે સ્વભાવદષ્ટિ છે. ચૈતન્ય વસ્તુનો સ્વભાવ તો ચમત્કારીક છે જ, પણ દરેક પદાર્થનો સ્વભાવ પણ ચમત્કારીક છે. ૭૮૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com