________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૭૯ કોઈ કિંમત નથી. ચૈતન્યભગવાન પર દષ્ટિ દેવાથી તે પ્રાપ્ત થાય છે, માટે હે શુદ્ધ પરિણતિરૂપી સખી! મને સ્વભાવ પર દૃષ્ટિ કરવા દે. શરીરના પ્રાણ પણ ભલે જાઓ, પણ મારો ચૈતન્યભાવપ્રાણ મારી દૃષ્ટિમાં આવો. ધર્મીને સદા આવી ભાવના હોય છે. ૭૭૮.
* ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા અંદર શક્તિએ તો સદા અબદ્ધસ્વરૂપ અર્થાત્ મુક્તસ્વરૂપ છે. યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતાપૂર્વક તે ધ્રુવ મુક્તસ્વરૂપનું અંતરમાં ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તદશા પ્રગટ થશે. જીવને સંસારના પાપધ્યાન કરતાં તો આવડે છે, જેમ સંસારના આર્ત ને રૌદ્રધ્યાનમાં ચડી જાય છે, તેમ એવું ધ્યાન-એવી એકાગ્રતા-ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં લગાવ. અહા ! મારગ તો આવો છે. તે દયા, દાન, વ્રત કે ભક્તિથી મળશે નહિ, એ તો રાગ છે. રાગભાવથી વીતરાગતા મળે? ૭૭૯.
* જેમાં રાગ તો નહિ પણ અલ્પજ્ઞાન પણ જેનો સ્વભાવ નથી એવો આ ભગવાન આત્મા પરમ આશ્ચર્યકારી અદભુતાદ્દભુત ચૈતન્યમૂર્તિ છે. તે સહજ જ્ઞાન ને સહજ આનંદ આદિ અનંત અનંત ગુણોથી ભરપૂર ભર્યો પડ્યો છે. બધા ક્ષેત્રે ને બધા કાળે તે આશ્ચર્યકારી ચૈતન્ય જિનપ્રતિમા અંદરમાં સદા બિરાજે છે. તેની બધા પડખેથી ઓળખાણ કર. પૂર્ણાનંદમય પ્રભુની ચારે બાજુથી–ઉપાદાન-નિમિત્તથી, નિશ્ચય-વ્યવહારથી, પ્રમાણ-નય-નિક્ષેપથી-પહેલાં બરાબર ઓળખાણ કરવી જોઈએ. નિશ્ચયથી-દ્રવ્ય-અપેક્ષાએ-આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે અને વ્યવહારથી-પર્યાયઅપેક્ષાએ તે જ આત્મા અશુદ્ધ તેમ જ દુઃખી છે; આત્મા દ્રવ્ય તરીકે ધ્રુવ વસ્તુ છે અને તે જ આત્મા પર્યાય તરીકે પલટતી વસ્તુ છે એ પ્રમાણે જેવું વસ્તુસ્વરૂપ છે એવું બધા પડખાંથી બરાબર ઓળખે. વસ્તુસ્વરૂપને બરાબર ઓળખ્યા પછી નયપ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદર આત્માનુભવમાં ઠરી જવું. આત્મા નિશ્ચયથી અબદ્ધ છે ને વ્યવહારથી બદ્ધ છે-એનો પ્રથમ સાચો નિર્ણય કરે; પરંતુ તે બન્ને નયપક્ષ વિકલ્પ છે, રાગ છે, તેનાથી આત્માનુભવ પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણ-નવ-નિક્ષેપ વગેરેનો પક્ષ છોડી અંતરમાં સ્થિર થઈ જવું, અભેદ આત્માને ધ્યેય બનાવીને મસ્ત થઈ જવું. તો અંદરથી જ મુક્તસ્વરૂપ પ્રગટ થશે. ૭૮O.
* ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવાનું કામ જે પર્યાય કરે છે તે પર્યાય ઉપરથી પણ લક્ષ ઉઠાવી લે. બધેથી લક્ષ ઉઠાવી લે તેમાં વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો પણ આવી ગયા, અને જે અંદરમાં જવાનું કામ કરે છે તે એક સમયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com