________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૫૧ * અહીં આચાર્યદવ કણાપૂર્વક સંબોધે છે કે રે અંધ જીવ ! શુદ્ધ પરમાનંદ ચૈતન્યમૂર્તિ તું પોતે છો તેને તો તું દેખાતો નથી અને દયા-દાન-વ્રત-તપ આદિ પુણ્ય ભાવ કે હિંસા-જૂઠું આદિ પાપ ભાવ અને તેના ફળરૂપ અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રીમાં મૂર્વાઇને કેમ પડયો છે? અમૃતસ્વરૂપ ભગવાન એવો તું આ મૃતકલેવરમાં મૂછઈ ગયો છે. રે આંધળા! જે જાણવા લાયક છે એવા જાણનારને તું જતો નથી કે જે તારું સ્વપદ છે અને જે અપદ છે, જે તારું સ્વરૂપ સર્વથા નથી એવા ચાર ગતિરૂપ મનુષ્ય આદિ પર્યાય, રાગાદિ અશુદ્ધ ભાવ તથા ઇન્દ્રિય વિષયજનિત સુખ-દુઃખની કલ્પનાને મારા માનીને તું તારા ચૈતન્યસ્વરૂપને ઘાયલ કરી રહ્યો છે, પણ એ તારું રક્ષણ નથી, તારું લક્ષણ નથી, તારું એ સ્થાન નથી, એ તારી માર્ગ નથી માટે તે પથે ન જા, ન જા બાપુ! એ પંથે ન જા ભાઈ ! એ તને ઘાયલ કરી નાખશે, માટે ત્યાંથી પાછો વળ ને આ માર્ગે આવ. જ્યાં રાગાદિ ભાવો નથી એવા શુદ્ધ સ્વરૂપ ચૈતન્યસ્વભાવમાં આવ, આવ. અનિત્યમાંથી ખસી જા, ખસી જા ને નિત્યાનંદ પ્રભુ છે ત્યાં આવ, આવ, તને શાંતિ થશે ભાઈ ! ૬૫૩.
* સંતો, શાસ્ત્રો ને સર્વજ્ઞો એમ કહે છે કે પહેલાંમાં પહેલો આત્માને જાણવો અનુભવવો એ વાત જ જેને રુચતી નથી ને બીજું કાંઈક કરવું.. કરવું એમ માને છે તે દેવ-શાસ્ત્ર-ગુરુનો અનાદર કરે છે. ૬૫૪.
* શ્રોતા - આત્માની કેવી લગની લાગે તો છ માસમાં સમ્યગ્દર્શન થાય?
પૂજ્ય ગુરુદેવ - જ્ઞાયક... જ્ઞાયક.. જ્ઞાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય. ૬૫૫.
* જેમ માટીના કોરા વાસણમાં પાણીનાં ટીપાં પડતાં પાણી ચૂસાઈ જાય છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતાં પાણી બહાર દેખાય છે. તેમ આ પરમાત્મતત્ત્વની વાત સાંભળતાં સાંભળતાં હું જ્ઞાયક છું... જ્ઞાયક છું.... એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વભાવનો રસ મંદ પડતો જાય છે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતાં જાય છે. શુભભાવથી મિથ્યાત્વનો રસ ભવી-અભવીને અનંતી વાર મંદ પડયો છે. પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ સ્વભાવનો આશ્રય લેતાં, સ્વાનુભવ થતાં, મિથ્યાત્વનો અભાવ થાય છે. ૬૫૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com