________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૫૪]
* દ્રવ્યદષ્ટિ-દ્રવ્ય નામ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય વસ્તુ, ભગવાન શાયકપદાર્થ; દૃષ્ટિ નામ ધ્રુવ જ્ઞાયકપ્રભુનો આશ્રય કરનાર પોતાના શ્રદ્વગુણની વર્તમાન નિર્મળ પર્યાય;–સર્વ પ્રકારની પર્યાયને, વિભાવપર્યાય તેમ જ સ્વભાવપર્યાયને, દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય ધ્રુવ જ્ઞાયકસ્વભાવને ગ્રહણ કરે છે. અહા! આ તો મંત્રો છે પ્રભુ! આ કોઈ કથાવાર્તા નથી. જીવ અનાદિ કાળથી દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. કોઈને ફાંસીએ ચડાવે અને જ્યાં સુધી જીવ ન જાય ત્યાં સુધી કેવી પીડા હશે ? ભાઈ ! અનાદિ કાળથી જીવ રાગ સાથેની એકતાબુદ્ધિરૂપ ફાંસીથી દુ:ખી થઈ રહ્યો છે, તેની તેને ખબર નથી. દયા-દાન આદિનો રાગ પણ મલિનતા છે. રાગરૂપ મલિનતાને અજ્ઞાની જીવ પોતાનો સ્વભાવ માને છે. પણ ભાઈ! મલિનતા ટકતી નથી અને ગમતી નથી, માટે તે ભગવાન આત્માનો સ્વભાવ નથી. મલિનતાનો જેને પ્રેમ છે તેણે નિજ અખંડાનંદ પ્રભુને ફાંસી આપી –મિથ્યા શ્રદ્ધારૂપ ભયંકર ભાવમરણ કર્યું. તેનાથી છૂટવું હોય, વિભાવથી છૂટી શાશ્વત પરમાનંદસ્વરૂપ મુક્તદશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ ધ્રુવ સ્વભાવનો આશ્રય કર. ૬૬૪.
* ઉપશમરસનો દરિયો આત્મા છે, અકષાય સ્વભાવની મૂર્તિ છે, વીતરાગ સ્વભાવની મૂર્તિ છે. એ કોઈ કાળે દયા-દાન આદિ રાગરૂપે થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા કે મા આનંદનો નાથ હું પોતે જ છું. અનાદિની એવી ને એવી જ્ઞાનપ્રકાશની મૂર્તિ તું છો. તું રાગરૂપે કદી થયો જ નથી. તું સદાય જ્ઞાન ઉપયોગરૂપે જ રહ્યો છે. ચૈતન્યપ્રકાશરૂપે જ તું સદાય રહ્યો છે. ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિરૂપે રહ્યો થકો તું કદી પણ રાગ અંધકારરૂપ થયો જ નથી. માટે સર્વ પ્રકારે એકવાર પ્રસન્ન થા, પ્રસન્ન થા. રાગના અનુભવમાં પડયો છે તે છોડીને ચૈતન્ય આનંદના અનુભવમાં આવી જા. તારા આત્મસ્વભાવને અવલોકવા માટે એકવાર સર્વ પ્રકારે પ્રસન્નતા પૂર્વક તારા વીર્યને ઉછાળ, તને આનંદનો લાભ થશે. ૬૬૫.
* ભગવાન આત્માને શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિથી જોવે તો તારું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે, જેમાં રાગ અને એક સમયની પર્યાય પણ નથી, જે ઘડયા વિનાનો ઘાટ છે અર્થાત્ રાગ અને વિકલ્પથી રહિત ટૂંકોત્કીર્ણ ભગવાન આત્મા છે. અનંતગુણોનો અમૂર્તિક પદાર્થ છે, જ્ઞાયકસ્વભાવ છે, જાણન... જાણન... જાણન જેનો સ્વભાવ છે, ત્યાં મતિ લગાડવી. વીતરાગી જ્ઞાયકસ્વભાવ કે જેમાં દેવ-શાસ્ત્ર-ગુરુનો રાગ પણ નથી, દેહ-વાણી-મન પણ જેમાં નથી, એવો સદા આનંદકંદ પ્રભુ છે. મતિ ત્યાં લગાવ, તો તારું કલ્યાણ થશે. એ સિવાય કલ્યાણ થશે નહીં. ૬૬૬.
* જેવી રીતે હાથી આદિ પશુઓ મોદક આદિ સુંદર આહા૨ ને ઘાસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com