________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જ તો તારો ચૈતન્યસૂર્ય તને ખ્યાલમાં આવશે, તેનો પ્રકાશ તને દેખાશે. ૩૩૬.
* આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્મા તારી પાસે જ છે. અરે! તું જ પરમાત્મા છો. એની સામું તો જોતો નથી ને ધૂળમાં ફાંફા મારે છો? સંતોએ મારગ સહેલો કરી દીધો છે, તું છો ત્યાં જા ! તું નથી ત્યાંથી ખસી જા! ૩૩૭.
* પહેલાં વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી, કેમ કે હું પરમ સ્વાધીન છું. મારે મારા કાર્ય માટે અન્ય સાધનોનું અવલંબન લેવું પડતું નથી. માટે હું પરમ સુખી છું એમ પહેલાં વિશ્વાસ લાવ! અસ્તિપણે સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા સ્વસત્તાના વિશ્વાસ વડે જ પ્રાપ્ત થાય તેમ છે. અમાપ. અમાપ આનંદ, જ્ઞાન આદિ અનંત ભાવોથી ભરેલો સ્વભાવ, પોતાના સ્વભાવના સાધનથી જ પ્રગટ થાય છે. પરના સાધનથી પોતાનો સ્વભાવ પ્રગટે એવું આત્માનું સ્વરૂપ જ નથી. ૩૩૮.
* આહાહા! તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય કયાં રહ્યું? અનંત દ્રવ્યો અતિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અતિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે. ૩૩૯.
* જેમ છોકરો રોતો હોય તેને તેનો બાપ કહે ભાઈ ! તું રો નહિ, જો તારો પંડો આખો એવો ને એવો જ છે, જો ખુશી થા! તેમ આચાર્યદેવ ભવ્યને કહે છે કે હે આત્મા! તું પ્રસન્ન થા! ખુશી થા! જો તારો આત્મા ત્રણે કાળે એવો ને એવો શુદ્ધ જ છે. દેહાદિ કે રાગાદિ આત્માને અડ્યા જ નથી, સ્પર્યા જ નથી. રાગાદિ તો ઉપર ઉપર લોટે છે. માટે ભાઈ ! તું ખુશી થા! ને પ્રસન્ન થઈને જો ! તારો આત્મા શુદ્ધ ચૈતન્યઘન જ છે. ૩૪). | * પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ. પર્યાયથી પર તો ન દેખ, પર્યાયને પણ ન દેખ પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દષ્ટિ ત્યાં લગાવ. છ મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખતત્ત્વને અંતર્મુખના પરિણામ વડ દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે તેને એકવાર છ માસ તો તપાસ કે આ શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com