________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૯૫ શ્રોતા:- પુરુષાર્થ કામ ન લાગે-ફેરવી ન શકે?
પૂજ્ય ગુરુદેવ – ફેરવી શું શકે? રાગની રુચિ ફેરવી નાખવી એ જીવના પોતાના અધિકારની વાત છે, પછી રાગ તો જે આવવાનો તે જ આવવાનો પુરુષાર્થ આનીકોર (સ્વભાવની દિશામાં ) વાળવાનો છે. પુરુષાર્થ સ્વભાવની દિશામાં વળ્યો પછી પણ રાગ મંદ કે તીવ્ર જે આવવાનો તે જ આવવાનો. પણ તેનોય જ્ઞાતાપણે જાણનાર છે. અજ્ઞાનીને પણ રાગ જે આવવાનો તે જ આવવાનો પણ ઈ જે રાગ થાય છે તેનો કર્તા બને છે. ૪૦૩.
* મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે, પણ સાથે સાથે અંદર શુદ્ધતાનું ધ્યેય-શોધકવૃત્તિ-ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા હોય તેથી મારે શું? -એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુજીવ શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે: “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ '. કોઈ જીવો રાગની ક્રિયામાં જડ જેવા થઈ રહ્યા છે અને કોઈ જીવો જ્ઞાનના એકલા ઉઘાડની વાતો કરે તે અંદર પરિણામમાં સ્વચ્છંદ સેવનાર નિશ્ચયાભાસી છે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લુખો છે-શુષ્કજ્ઞાની છે. ભાઈ ! પાપનું સેવન કરીને નરક જઈશ, તિર્યંચમાં અવતાર થશે. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિંજાયેલું રાખવું, શુષ્કજ્ઞાની ન થઈ જવું. અહીં ! બહુ આકરું કામ ભાઈ ! ૪૦૪.
* નવ તત્ત્વોનો અનુભવ એ તો મિથ્યાત્વ છે, સમ્યગ્દર્શનથી ઉલ્ટા એ પરિણામ છે. શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ આત્મામાં છે, એ ગુણનું વિપરીતપણે પરિણમવું તેને મિથ્યાદર્શન કહે છે અને તે ભવભ્રમણનું કારણ છે. એ કારણના નાશને અર્થે ભગવાને આત્માને અનેરા દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો. ભલે રાગાદિ હો પણ રાગથી ને પરથી ભિન્ન એવો વિદ્યમાન આ આત્મા છે તેને શ્રદ્ધવો, એ જ મિથ્યાત્વના નાશનું કારણ ને મોક્ષનું કારણ છે. ૪૦૫.
* આનંદમાં ઝૂલતાં સંતો કહે છે કે અમે સેંકડો શાસ્ત્ર જોઈને નિર્ણય કર્યો છે કે ચૈતન્યસ્વરૂપમાં તો એકલો જ્ઞાન ને આનંદ જ ભર્યો છે, બીજું કાંઈ એમાં નથી. ૪૦૬. * આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયકસ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com