________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર અને ૧૯મા બોલમાં આત્મા પર્યાયના ભેદને સ્પર્શતો નથી એટલે જેમ ગુણો ધ્રુવમાં છે છતાં તેના ભેદને સ્પર્શતો નથી તેમ ધ્રુવમાં પર્યાયો છે અને સ્પર્શતો નથી એમ કહેવું નથી પણ ધ્રુવસામાન્યથી પર્યાય ભિન્ન જ છે. એવા પર્યાયના ભેદને આત્મા સ્પર્શતો નથી એમ કહીને નિશ્ચયનયના વિષયમાં એકલું સામાન્ય દ્રવ્ય જ આવે છે એમ બતાવ્યું છે. ૪૮૧.
* શ્રોતા:- ધ્રુવ આત્મા જ ઉપાદેય હોવાથી તેનું જ મનન અને મંથન કરીએ છીએ. છતાં અનુભવ થતો નથી તો પુરુષાર્થની ખામી ગણવી કે નિર્ણયની ખામી સમજવી?
પૂજ્ય ગુરુદેવ - પુરુષાર્થની ખામી કહો કે નિર્ણયની ખામી કહો એ એક જ છે, માટે નિર્ણય બરાબર કરવો જોઈએ. વિકલ્પાત્મક નિર્ણય બરાબર કરવો જોઈએ. એ પણ ખરેખર કારણ નથી, વ્યવહારથી કારણ છે. ખરેખર તો અનુભવ થતાં જ સાચો નિર્ણય થાય છે, એ પહેલાં વ્યવહાર પણ ખરેખર ન હોય. પરંતુ અનુભવ પહેલાં શું હોય છે એની અપેક્ષાએ વાત છે. ૪૮૨.
* શ્રી પદ્મનંદિ આચાર્ય બ્રહ્મચર્યનો મહિમા કરીને કહે છે કે અરે યુવાનો ! તમને મારી વાત ન રુચે તો હું મુનિ છું તેમ જાણીને માફ કરજો. એમ આ તત્ત્વની પરમ સત્ય વાત અમે કહીએ છીએ, બંધનથી છૂટવાના કારણભૂત પરમ અધ્યાત્મતત્ત્વની વાત કહીએ છીએ, છતાં કોઈને અનાદિના આગ્રહવશ ન રુચે તો અમને માફ કરજો. ભાઈ ! અમે તો મોક્ષના માર્ગ છીએ એથી અમે બીજું શું કહીએ ! તમને ન રુચે ને દુઃખ થાય તો માફ કરજો ભાઈ ! ૪૮૩.
* જે શ્રમણ ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીપકના પ્રકાશ વડે, યથાસ્થિત પદાર્થના નિશ્ચય વડે, ઉત્સુકતા ટાળીને સ્વરૂપમાં જામી ગયા છે, આનંદની ધારામાં મસ્ત થઈ ગયા છે, ઉપશમરસના ઢાળામાં ઢળી ગયા છે ને તેમાંથી બહાર આવવા આળસુ થઈ ગયા છે, વનમાં વાઘ, સિંહ ને વરું ત્રાડું નાખતાં હોય છતાં નિર્ભય થઈને સ્વરૂપના શાંતરસને-અતીન્દ્રિય આનંદને ચૂસે છે, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વર્તે છે તે શ્રમણને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કર્યું છે. હુજી છે તો સાધકદશા, છતાં સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વર્તતા શ્રમણને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કહે છે. આહાહા ! પંચમ-આરાના સાધુને મોક્ષતત્ત્વ કહ્યું ! પંચમ-આરામાં મુક્તિ નથી ને ? અરે ! પંચમ-આરાના સંત મુનિ પંચમ-આરાના શ્રોતાને આ કહે છે. સ્વરૂપમાં વર્તતા સંતને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કહ્યું છે કેમ કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com