________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થયું છે, અગ્નિના લઈને થયું નથી. પગ જમીન ઉપર રહેલો દેખાય છે ને? પણ તે પગ જમીનને અડ્યો નથી, જમીનના આધારે પગ રહ્યો નથી. પગ પગના પોતાના આધારે રહ્યો છે. આહાહા! ગજબ છે ને! દેખાય જમીનને આધારે ને છતાં જમીનને અડતો નથી. જો પગ જમીનને અડે તો જમીન ને પગ બે એકરૂપ થવા જોઈએ. પણ તે બન્ને વસ્તુ ભિન્ન ભિન્ન છે. વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા ચમત્કારિક છે. એક વસ્તુ બીજી વસ્તુને અડે કે કરે તો બે વસ્તુ જ રહે નહીં. પ૦૩.
* યોગ્યતા, કાળલબ્ધિ, ક્રમબદ્ધ આદિ બધાનું જ્ઞાન દ્રવ્યદૃષ્ટિ કરતાં સારું થાય છે. રુચિ રાખે પરમાં અને ક્રમબદ્ધ ને કાળલબ્ધિ ઉપર નાખે ઈ ન ચાલે. પોપાબાઈનું રાજ નથી. પ૦૪.
* સમયસારનું દ્રવ્યદૃષ્ટિનું વાંચે ને નિમિત્ત અને પર્યાયનો વિવેક ન રાખે તો મૂઢ થઈ જાય. ૫૦૫.
* શ્રોતા - વાંચન-વિચાર આદિ શુભભાવો છઠ્ઠા ગુણસ્થાનવાળાને તો ય છે પણ ચોથા-પાંચમાવાળાને તો નિર્વિકલ્પતા બહુ કાળે આવે છે તેથી તેને શ્રદ્ધામાં હોય છે પણ ચારિત્રમાં તો ઉપાદેય છે ને?
પૂજ્ય ગુરુદેવ - ચોથા-પાંચમાવાળાને પણ શ્રદ્ધાન અને ચારિત્ર અપેક્ષાએ પણ હેય જ છે. એ પરિણામો આવે છે, હોય છે, પણ છે તો હુંય જ. ૫૦૬.
* પ૩ ભાવોમાં શુદ્ધજીવનો પારિણામિકભાવ એક જ ઉપાદેય છે. બાકીના બાવન ભાવો હેય છે. ત્રેપન ભાવમાં એક ધ્રુવ ભાવ છે અને બાવન પર્યાયો છે. એક ધ્રુવ ભાવમાં બાવન પર્યાયરૂપ ભાવોનો અભાવ છે. તેથી પરભાવરૂપ છે, પદ્રવ્યરૂપ છે. તેથી તે બાવન ભાવો હેય છે. ૫૦૭.
* રાગાદિકો અપના માનના ઓ અપના ત્રિકાળી જીવનકી હિંસા હૈ. આત્મા જૈસા હૈ ઐસા ઉસકો કબૂલના ઓ આત્માકી દયા હૈ. ૫૦૮.
* ભાઈ તું શાંત થા ! ધીરો થા ! તારી પ્રભુતા પ્રભુ! તારી પાસે જ છે અને તારી પ્રભુતાનો ઉપયોગ તું કરી શકે છો. તારી પ્રભુતાથી તું સ્વભાવનું સાધન કર, તેમાં તારે બીજાની પાસે દીનતા કરવાની જરાય જરૂર નથી. ત્રણ ભુવનના નાથ તીર્થંકરદેવ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં આ વાત ફરમાવતાં હતાં. તેની જ માર્ગ પરંપરામાં આ વાત મુનિરાજ ફરમાવે છે. તેનો તું વિશ્વાસ કર! પ્રતીતિ લાવ! ૫૦૯. * ભગવાન આત્મા દ્રવ્ય-અપેક્ષાએ વર્તમાનમાં અત્યારે જ મુક્તસ્વરૂપ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com