________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કરતાં અનંતગુણી મોટી છે. પર્યાય તો કાળ અને ભાવે વસ્તુથી અનંતમાં અનંતમાં ભાગે છે. વસ્તુના આવા મહાન અસ્તિત્વની દૃષ્ટિમાં એક સમયની પર્યાય તે ભલે પર્યાયપણે સત હો, પણ આવા મહાન દ્રવ્યની દષ્ટિમાં એક સમયની પર્યાય પણ અભૂતાર્થ છે. ૪૮૭.
* શ્રોતાઃ- આ સ્વરૂપ લક્ષમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય?
પૂજ્ય ગુરુદેવઃ- પુરુષાર્થ જોઈએ, પુરુષાર્થ જોઈએ. અંદરમાં શક્તિ પડી છે તેનું માહાભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ જ છે. પર્યાયની અપેક્ષાએ વસ્તુ અપ્રગટ કહેવાય છે. આમ તો વસ્તુ પણ પ્રગટ જ છે કાંઈ આડું ઢાંકણું નથી.
પ્રથમ વસ્તુનું માહાસ્ય આવવું જોઈએ, ભાન થાય તો મહાભ્ય આવે-એમ નહીં. કેટલાક એમ લઈ લે છે, પણ પહેલાં માહાભ્ય આવે તો માહાભ્ય આવતાં આવતાં ભાન થાય. ૪૮૮.
* પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં દ્રવ્યસ્વભાવ તો ત્રણે કાળે શુદ્ધ જ છે. આર્ત ને રૌદ્રધ્યાનના કૂર પરિણામો એ બધા પર્યાયમાં છે, તે જ ક્ષણે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. નિગોદના જીવને મહા રૌદ્રધ્યાનના તીવ્ર મલિન પરિણામ છે પણ તે પર્યાયમાં છે, તેનું દ્રવ્ય તો તે સમયે પણ શુદ્ધ જ છે. સંસારના પરિણામ તે પર્યાયમાં છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે પર્યાયમાં કદી આવતો જ નથી. એવા ત્રિકાળી ભગવાન ઉપર દષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૪૮૯.
* અનંત કાળ પછી જે પર્યાય થશે તેનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સીધું થાય છે. આહાહા ! વિચારકોને વિચાર ને મંથન કરવાની આ વાત છે. એમ ને એમ માની લે એ કાંઈ ચીજ નથી. જ્ઞાનનો એવો જ કોઈ અચિંત્ય સ્વભાવ છે કે જે પર્યાય થઈ ગઈ ને જે થશે તેને સીધું જાણી લે છે. આ વર્તમાન છે માટે ભવિષ્ય હશે ને વર્તમાન છે માટે ભૂત હતું એમ નહિ, પણ તેને સીધું જાણી લે છે. આહાહા! ધન્ય ભાગ્ય કે વીતરાગની આવી વાણી મળી ! ૪૯).
* જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું હસ્તાવલંબ-નિમિત્ત જાણીને ઘણો કર્યો છે પણ તેનું ફળ સંસાર જ છે. જિનવાણીમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું
ત્યાં નિમિત્તને વળગ્યો, પણ તેનું ફળ સંસાર છે. વસ્તુ પૂર્ણાનંદપ્રભુ છે તેની દષ્ટિ કરાવવા તે સત્ય છે ને રાગના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી તેથી તે છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહીને નથી તેમ કહ્યું છે, ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com