________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. ૪૩૧.
* વ્યવહારરત્નત્રય એ સુખ નથી, દુઃખ છે, તેમાં તું કેમ રહીશ? જેને સુખના સાગરની દષ્ટિ થઈ છે તે દુઃખમાં કેમ રહેશે? જેને પ્રભુની દષ્ટિ થઈ છે તે રાગની પામરતા સાથે કેમ વસે? પ્રભુ પામરતામાં કેમ રહે? પ્રભુત્વ નામની જેનામાં શક્તિ છે એવો પ્રભુ રાગની પામરતામાં કેમ રહે? પ્રભુ, તું પ્રભુ છો ને! તેની જ્યાં દષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં પ્રભુતા પ્રગટી, તે હુવે રાગની પામરતામાં કેમ રહે? -ના રહે. ૪૩ર.
* દેવ-શાસ્ત્ર-ગુરુ એમ કહે છે કે અમારા પ્રત્યેની ભક્તિના પ્રેમમાં, રુચિમાં જે રોકાય છે તેને આત્મા હોય છે. દેવ-શાસ્ત્ર–ગુરુ પરદ્રવ્ય છે. તેના પ્રત્યેનો પ્રેમ છે તે રાગ છે. રાગના પ્રેમીઓને આત્મા હોય છે. સ્વદ્રવ્યથી વિપરીત પ્રશસ્ત શુભરાગનો તથા પ્રશસ્ત રાગના નિમિત્તો જે દેવ-શાસ્ત્ર-ગુરુ તેનો જેને આદર વર્તે છે-રુચિ વર્તે છે તેને આત્મા હેય છે. એટલે કે વ્યવહારરત્નત્રયનો રાગ અને વ્યવહારરત્નત્રયના નિમિત્ત જે દેવ-શાસ્ત્ર-ગુરુ તેનો જેને પ્રેમ છે-રુચિ છે તેને આત્મા ય છે. ૪૩૩.
* આ સમયસાર! ઓહોહો ! જગતના ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું! જેણે જગતને ભગવાન ભેટ આપ્યો છે એ સમયસારની ૪૯મી ગાથામાં પાંચમા બોલમાં કહે છે કે અવ્યક્ત છે તે વ્યક્તને સ્પર્શતો નથી. આનંદની પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. જેને અક્ષય અમેય કહેવાય છે એવી પર્યાયને અવ્યક્ત સ્પર્શતું નથી તેને હું શિષ્ય! તું જાણ. જાણ કહેતાં પર્યાય સિદ્ધ થઈ પણ જાણે કોને? –કે જે પર્યાયને સ્પર્શતું નથી એવા અવ્યક્તને જાણે. ૪૩૪.
* દ્રવ્યદૃષ્ટિમાં તો એકલો ત્રિકાળી સામાન્ય ભૂતાર્થ સ્વભાવ જ આશ્રયરૂપ છે, તેમાં તો શુદ્ધ પર્યાય પણ ભિન્ન પડી જાય છે ને તે વ્યવહારનયના વિષયમાં જાય છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય કર્યો તે દ્રવ્ય “સ્વ” છે. આશ્રય તો એક સ્વનોસામાન્ય ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો જ હોય છે. સ્વભાવનો આશ્રય કરનારી પર્યાય તે પણ દ્રવ્યદષ્ટિના વિષયમાં પર છે-ભિન્ન છે. ૪૩પ.
* સમયસાર ગાથા ૧૩માં નવતત્ત્વરૂપ પર્યાયોમાં અન્વયપણે રહેલું ભૂતાર્થ એકરૂપ સામાન્યધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ કહ્યું છે. પંચાધ્યાયી (અધ્યાય૨) માં પણ કહ્યું છે કે ભેદરૂપ નવતત્ત્વમાં સામાન્યરૂપે રહેલો એટલે કે ધૃવરૂપે રહેલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com