________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૦૧
સદા લાભ થાય અને પર્યાયના, રાગના કે નિમિત્તના આશ્રયે દી પણ લાભ ન થાય-તે જ સાચું અનેકાંત છે. ૪૨૭.
* ભાઈ! તારા માહાત્મ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શી વાત ! અહો! મારી તાકાત તે કેટલી? જેમાં નજરું નાખતાં નિધાન ખુલી જાય એ તે વસ્તુ કેવી? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ, પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકું નહિ-એમ એને પ્રતીતિ આવતાં, હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ એને ભરોંસો આવી જાય છે. ૪૨૮.
* ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતું અકર્તાપણું બતાવવું છે. એક તત્ત્વના પરિણામ બીજું તત્ત્વ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જે સમયે જે દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય થાય છે તેનો કર્તા અન્ય દ્રવ્ય નથી એમ કહીને સિદ્ધ એમ કરવું છે કે જીવ છે તે રાગનો કર્તા નથી, જીવ તો જ્ઞાન-શ્રદ્ધા-આનંદનું કાર્ય કરે છે. ૪૨૯.
*વિકારનું સ્વામીપણું તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્યનો આશ્રય તે મુક્તિનું કારણ છે. પરદ્રવ્ય તરફ જેટલું લક્ષ જાય છે તેટલો બંધ થાય છે. શરીર-મન-વાણી અજીવ તત્ત્વથી અને પુણ્ય-પાપથી ભિન્ન નિજ આત્માનો આશ્રય કરતાં જે દશા થાય તે ધર્મ અને મોક્ષનું કારણ થાય છે તથા તેને છોડી જેટલો પરદ્રવ્યનો આશ્રય થાય છે તે અધર્મ દશા છે અને તે બંધનું કારણ છે. ૪૩૦.
* એક કહે છે કે ક્રમબદ્ધપર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે, મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્વને ઊલટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્નેએ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨થી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુ:ખને મેળવે છે, મીંઢવે છે કે અરે! આ રાગ દુઃખરૂપ છે-એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાસ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાસ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ... ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com