________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તે છતાં જેમ દરિયો ઉપરની સપાટીએ કદાચિત્ ઉછળતો હોય તોપણ નીચેની અંદરની સપાટીએ તો શાંત ગંભીરપણે રહ્યો છે તેમ જ્ઞાનીને અસ્થિરતાના કારણે કદાચિત્ આવો ક્રોધ આવી જાય તોપણ અંતરમાં જ્ઞાતાદૃષ્ટાનો ગંભીર પ્રવાહ વહે છે. તેથી ક્રોધના સમયે પણ ભરતજી ચક્ર ફેંકવાની ક્રિયાના તથા ક્રોધના પરિણામના માત્ર જ્ઞાતા જ છે, કર્તા નથી. અરે! બાહુબલીજી પણ એમ જાણે છે કે ચક્ર ફેંકવાની ક્રિયાના કે મારા પ્રત્યેના ક્રોધના કર્તા ભરતજી છે જ નહીં, ભરતજી તો જ્ઞાતાદરા જ છે. જુઓ તો ખરા ધર્મીની લીલા! બહારમાં ચક્ર ફેંકાતા લોકોમાં હાહાકાર મચી જાય છે અને અંતરમાં બન્ને ધર્માત્મા માત્ર જ્ઞાતાદષ્ટપણે વર્તી રહ્યા છે. અહીં તો કહે છે કે લડાઈની તે ક્રિયા અને તે વખતના ક્રોધનો, વૈષનો વિકલ્પ તેનો કર્તા તો જ્ઞાની નથી, તેમાં નિમિત્ત પણ જ્ઞાની નથી, પણ તે ક્રોધાદિ તેઓ જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ૪૧૬.
* આ જ્ઞાયક આત્માને વિભાવભાવરૂપ અશુદ્ધપણું તો દૂર રહો અર્થાત છે જ નહીં પણ તેને દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદ પણ નથી. અભેદ જ્ઞાયકભાવમાં ભેદની હયાતી જ નથી. સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ અભેદ જ્ઞાયકભાવ તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદો વિદ્યમાન નથી. ૪૧૭.
* સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું દ્રવ્ય આવતું નથી પણ આખા દ્રવ્યની પ્રતીતિ આવે છે. જેને એક સમયની કેવળજ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય શું છે તે જાણવામાં આવ્યું છે તથા લોકાલોક શું છે તે જાણવામાં આવ્યું છે એવા ત્રિલોકી પરમાત્માએ દિવ્યધ્વનિમાં એમ કહ્યું કે ભગવાન આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનો તો કર્તા નથી પણ નિર્મળ પરિણતિનો પણ કર્તા નથી. શુદ્ધનિશ્ચયનયથી ભગવાન આત્મા બંધ-મોક્ષથી રહિત છે એમ જિનેન્દ્રદેવ કહે છે. ૪૧૮.
* અપૂર્ણતા ને અલ્પજ્ઞતાની માન્યતા હતી તેને હવે પૂર્ણ છું, શુદ્ધ છું એમ નિર્વિકલ્પપણે સ્વીકાર! જ્ઞાન-દર્શન આદિ અનંત શક્તિઓનો સમૂહું તું છો. ક્ષેત્ર ભલે થોડું હોય પણ સંખ્યામાં અને સ્વભાવે અપરિમિત ને અનંત છે. અનંત બેહદ જ્ઞાન ને પરમ આનંદ સ્વભાવી તું છો માટે બહારના ભભકાને તું ભૂલી જા ! વ્રતતપ આદિના વિકલ્પને તું ભૂલી જા અને અલ્પજ્ઞતાને પણ તું ભૂલી જા. અરે! ચાર જ્ઞાન પ્રગટ થયા હોય તો પણ તેને ભૂલી જા ને દષ્ટિ ત્રિકાળી ઉપર રાખ. ૪૧૯. * જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય જણાય છે પણ તેના તરફ તે દષ્ટિ કરી નથી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com