________________
Version 001: remember fo check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૮૩
વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી પરંતુ મીઠાશ વેદાય છે તો એ પણ વસ્તુસ્વરૂપ સમજ્યો નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. જ્ઞાનીને તો રાગને રાખવાની ભાવના હોતી નથી અને રાગને ટાળવાની આકુળતા હોતી નથી. ૩૫૮.
* રાગકા નાશ કરનેકા આત્માકા સ્વભાવ હૈ ઐસા કહનેમેં આતા હૈ લેકિન ૫૨માર્થસે ખરેખર તો આત્માકા રાગકો નાશ કરનેકા સ્વભાવ હૈ હી નહિ. ઉત્પન્ન કરનેકા હી સ્વભાવ નહિ તો રાગ કો નાશ કરનેકા ભી સ્વભાવ હૈ હી નહીં. સ્વભાવમાં વિભાવ હૈ હી નહી, તો નાશ કૈસે કરે? વ્યવહા૨સે કહનેમેં આતા હૈ લેકિન ખરેખર તો નાશ કરનેકા સ્વભાવ હી નહીં. સ્વભાવમેં વ્યવહાર હૈ હી નહીં, તો નાશ કૈસે કરે? સમયસાર ગાથા ૩૪મેં કહા હૈ કી રાગકા ત્યાગ નામમાત્ર હૈ, સ્વભાવ નહીં. ૩૫૯.
* પાણી પીવાથી તૃષા મટે છે, ખોરાક ખાવાથી ભૂખ મટે છે, દવા પીવાથી રોગ મટે છે-એમ સંસારમાં બધી ચીજોનો વિશ્વાસ કરે છે. એ વિશ્વાસના બળે તે તે ચીજો મેળવવા લક્ષ જાય છે. તેમ આત્માનો વિશ્વાસ આવવો જોઈએ કે હું પોતે જ જ્ઞાનાનંદ સ્વરૂપ છું, હું પોતે જ પરમાત્મસ્વરૂપ છું ને રાગાદિ સ્વરૂપે નથી-એવું અંતરથી વિશ્વાસનું બળ આવવું જોઈએ. પોતાની પરમેશ્વરતાનો વિશ્વાસ... વિશ્વાસ.... એ વિશ્વાસનું જોર એને અંતર્મુખ લઈ જાય છે. ૩૬૦.
* ખરેખર તો, એકાકાર અખંડ જ્ઞાયકભાવનું સેવન કરે ત્યારે જ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે. તે પહેલાં મોક્ષમાર્ગની પર્યાય જ પ્રગટતી નથી, તો તેનું સેવન શી રીતે કરે? અભેદ આત્માના સેવનથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે તેથી વ્યવહારથી એમ ઉપદેશ કરવામાં આવે છે કે મોક્ષમાર્ગનું સેવન કરો. પરમાર્થદષ્ટિથી જોતાં મોક્ષમાર્ગરૂપ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. એક માત્ર અખંડ, અભેદ, એકસ્વભાવી આત્મા જ ૫૨માર્થે સેવવા યોગ્ય છે. ૩૬૧.
* શ્રોતાઃ- સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે?
પૂજ્ય ગુરુદેવઃ- અમસ્તું પણ બધું વ્યવસ્થિત જ છે, પણ સમ્યગ્દર્શન થતાં એનાં નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત જ છે. સમયસાર ગાથા ૩૦૮૩૧૧માં જીવ અજીવનો કર્તા નથી એમ સિદ્ધ કર્યું છે, પણ ખરેખર તો જીવદ્રવ્ય એ એની પર્યાયનો પણ કર્તા નથી, કેમકે દ્રવ્યસ્વભાવ જ્યારે દૃષ્ટિમાં બેઠો એટલે બસ ! બધું આવી ગયું.
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની શક્તિ છે તેના કારણે પર્યાય ઉત્પન્ન થશે; થાય છે તેને કરવું છે કયાં ? અને જ્ઞાનગુણની પર્યાય પણ ક્રમબદ્ધમાં જે જાતનો રાગાદિ થશે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com