________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૮૯ પર્યાયમાં પણ જ્ઞાયક જણાય છે પણ જ્ઞાયકની દૃષ્ટિ નહીં હોવાથી, પર્યાયદષ્ટિ હોવાથી માત્ર પર્યાયને-રાગને જાણવાવાળો રહે છે તેથી તે મિથ્યાદષ્ટિ છે. પર્યાયમાં આખી વસ્તુ જાણવામાં આવે છે, કેમ કે સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે; છતાં અજ્ઞાનીની દષ્ટિ
સ્વ તરફ નહીં હોવાથી તેની દૃષ્ટિમાં એકલી પર્યાય જ આવે છે. દષ્ટિ ત્રિકાળી તરફ ઝૂકેલી નથી ને પર્યાય તરફ ઝૂકેલી છે, પણ જ્યાં દષ્ટિ અંતર્મુખ વળે છે ત્યાં દ્રવ્યની શ્રદ્ધા આવી. જોકે શ્રદ્ધાને ખબર નથી કે “આ દ્રવ્ય છે પરંતુ શ્રદ્ધાની સાથે જે અનુભૂતિ છે-જ્ઞાન છે તેમાં ખ્યાલ આવે છે કે “આ દ્રવ્ય છે.” ૩૮૦.
* ત્રિકાળી વસ્તુસ્વભાવની સન્મુખ થઈને જે નિર્વિકલ્પ શાંતિની દશા પ્રગટી તે ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! આ મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્યપણામાં શું કરવું? –કે ચિદાનંદપ્રભુના ધ્યાનથી જે વીતરાગી સમાધિ પ્રગટી તે સાધકદશા પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે એવો જે પરમોત્કૃષ્ટ પરમાત્મા તે હું છું એમ નિર્ણય કરવો. અરે ! આ તો ભાગ્યશાળીને કાને પડે તેવી દુર્લભ વાત છે. જિંદગી ચાલી જાય છે, દેહની સ્થિતિ પૂરી થવાનો કાળ નિશ્ચિત છે, કરવાનું આ છે, દેહમાં સુખ નથી, અનુકૂળ સંયોગોમાં સુખ નથી, દયાદાન-વ્રત-ભક્તિમાં કે વ્યવહારરત્નત્રયમાં સુખ નથી; આનંદનો નાથ નિજ પરમાત્મતત્ત્વ તેની દષ્ટિ કરવી, તેનો મહિમા લાવીને સ્વીકાર કરવો તે કરવાનું છે. જ્ઞાનમાં-લક્ષમાં તો લે કે વસ્તુ આવી છે, પછી પ્રયોગ કર. ૩૮૧.
* કોઈ કહે છે કે કેવળી પહેલે સમયે વાણી ગ્રહે છે ને બીજે સમયે છોડે છે. અરે પ્રભુ! કેવળી તો વાણીને છોડે ને ગ્રહે તો નહીં જ, પણ સમ્યગ્દષ્ટિ પણ વાણીને ગ્રહે કે છોડે તો નહીં, પણ સમ્યગ્દષ્ટિ રાગને ગ્રહે અને છોડે નહીં. વસ્તુ સ્વરૂપ જ એમ નથી-રાગને ગ્રહો છોડવો એવું વસ્તુના સ્વરૂપનો ગુણ જ નથી. આ દિગંબર સંતોની લ્હેરૂં છે. આત્મા તો શુદ્ધનો સાગર છે ને! એમાં ક્યાં રાગ હતો જ! ૩૮૨.
* જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો વિશેષ કાર્યનો હેતું (નિમિત્તકારણ) અજીવ છે. પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ
જીવનાં વિશેષ કાર્ય છે અને તેમનાં નિમિત્તકારણ જે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ કેવળ અજીવ છે. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર એટલે કે જીવ અને પુદગલ જેમના કારણે છે-કર્તા છે એવા આ નવ તત્ત્વોને એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવતાં તેઓ ભૂતાર્થ છે. પરંતુ અખંડ, ધ્રુવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com