________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૭૯ બીજી ચપળાઈ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદેશ પ્રભુ છે તેને છ માસ તપાસ. ૩૪૧.
* બહારથી છૂટી અંદરમાં બેઠો ને આ દર્શન-જ્ઞાન તે આત્મા. આત્મા એમ ભેદ ઊઠે છે તે પણ રાગની વૃત્તિ આઠ કર્મોથી ઉત્પન્ન થયેલ ભાવ છે, એ આત્મા નથી. આત્મા તો અંતરમાં અભેદદષ્ટિ કરીને આનંદ અનુભવે તે આત્મા છે. ૩૪૨.
* હુઠવું છે ક્યાં? પુણ્ય-પાપરૂપ હું થઈ ગયો છું એમ એણે માન્યું છે પણ એ હું નહીં, બસ એટલી વાત છે, માન્યતા જ ફેરવવાની છે. તારી દષ્ટિફેરે સંસાર છે અને હું પુણ્ય-પાપરૂપ થયો જ નથી-એવી દષ્ટિ ને અનુભવ કરવો એ જ મુક્તિ છે. એવો અંતરસ્વીકાર કરવો એ જ મુક્તિ કહો કે મુક્તિના પંથ કહો. ૩૪૩.
* હું તો જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છું, જાણવું-દેખવું એ મારું કાર્ય છે. વિકારના પરિણામને અડયા વિના સ્પર્યા વિના મારા જ્ઞાનની હયાતીને લીધે હું તેને જાણું છું. કોઈપણ રીતે રાગાદિ એ મારું કાર્ય નથી, એ રીતે બધી તરફથી કર્તાકર્મની પ્રવૃત્તિ શમાવતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે, સ્કુરાયમાન થાય છે. કર્તાકર્મમાં અજ્ઞાનીને વિકાર સ્કુરાયમાન હતા, ચૈતન્યજ્યોતિની અંતરદૃષ્ટિ થતાં જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે, એ મારું કાર્ય છે. ૩૪૪.
* ત્રિકાળી શુદ્ધ જીવ ચૈતન્યપ્રભુ કે જેની પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધ જીવ પ્રગટ થાય છે; પોતાનો જે અબંધસ્વભાવ જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત દશાથી રહિત છે તે શુદ્ધ જ્ઞાયકભાવનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને શુદ્ધ જીવ પ્રગટ થાય છે, તે સુખી છે અને જે વિકાર અને તેના ફળ તે હું એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે, દુઃખી છે, દુઃખનું ભોજન કરે છે. ૩૪૫.
* જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય ચે નહિ, આત્મા... આત્મા ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૩૪૬.
* ભાઈ ! એકવાર બહારની મોહની મીઠાશ છોડી દે. જેમ ગોળનો રવો-ભેલી મીઠાશથી ભરચક છે તેમ ભગવાન અમૃતનો રવો-ભેલી છે, ત્યાં એકવાર મહિને લગાવ મોટા ઘર ને ફર્નિચર ને સગવડતાના સાધનોમાં મતિ એટલી બધી એકાકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com