________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ધર્મની વિધિ છે, ધર્મની કળા છે. બીજા લાખ ઉપાય પણ ધર્મ થશે નહીં. ૨૦૪.
* પરમપરિણામિકભાવલક્ષણ જે પરમાત્મા તે હું છું, તેની દષ્ટિ કરવાથી જન્મ-મરણનો અંત આવશે. શું કરવું? –કે નિજપરમાત્મા છે ત્યાં દષ્ટિ કરવી. પરવસ્તુ, રાગ અને પર્યાયની દૃષ્ટિ છે તે બહિર્મુખ દૃષ્ટિ છે. જે ત્રિકાળી વસ્તુમાં નથી તેને પોતાની માનવી તે બહિર્દષ્ટિ છે. પ્રભુ! તું કોણ છો એ તને ખબર નથી. તેથી અહીં કહે છે કે જેને ધર્મ કરવો હોય, કલ્યાણના પંથે આવવું હોય, તેણે પહેલાંમાં પહેલો આત્માને જાણવો. મંદિર, પ્રતિષ્ઠામહોત્સવ આદિ શુભભાવ હોય, પણ તે સાધન નથી. પ્રજ્ઞાછીણી એ સાધન છે. કેમ કે સકલ નિરાવરણ આત્મવસ્તુ અને રાગ એ બે વચ્ચે સંધિ છે, નિ:સંધિ થયા નથી, તેથી ત્યાં સાવધાનીપૂર્વક પ્રજ્ઞાછીણી પટકવાથી બે ભિન્ન થઈ જાય છે. ૨૦૫.
* આહાહા ! પોતાની જ્ઞાનની પર્યાય પણ જ્ઞાયકને પરજ્ઞય છે. ભાવેન્દ્રિય છે એમ સિદ્ધ કરે છે, વ્યવહારનયનો વિષય છે એમ સિદ્ધ કરે છે, પણ વિશ્વાસમાં આવનાર, ભરોસામાં આવનાર જ્ઞાયકથી તે ભિન્ન છે. વ્રત તપ આદિના વિકલ્પ આત્મા નહીં ને આત્મામાં તે નહીં પણ અહીં તો કહે છે કે ખંડખંડ જ્ઞાનની પર્યાય કે જે પોતાની છે તે પણ જ્ઞાયકથી સર્વથા ભિન્ન છે. ક્ષયોપશમનો અંશ જે ખંડખંડ જ્ઞાન પ્રભુ! એ તારી ચીજ નહીં, ત્યારે તું કોણ છો? –કે અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવ તું છો. એના દ્વારા ભાવેન્દ્રિયને તું સર્વથા ભિન્ન જાણ. ત્રણલોકનો નાથ પ્રભુ તું છો, એના અવલંબન દ્વારા ભાવેન્દ્રિયને પોતાથી સર્વથા ભિન્ન જાણ. ૨૦૬.
* નવતત્ત્વરૂપ પરિણમનને દેખે છે તે દેખવું છોડી દે અને વસ્તુને દેખ! આ તારે કરવાનું છે. નવતત્ત્વરૂપ પરિણમનને દેખે હો ઈ તને રોગ છે. ૨૦૭.
* પરદ્રવ્ય તો આત્માનું સ્વરૂપ નથી, રાગ તો તારો નથી પણ નિર્વિકલ્પ મોક્ષમાર્ગની દશા પણ તારું વાસ્તવિક સ્વરૂપ નથી, તે પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. અહીં તો દષ્ટિનો વિષય બતાવવો છે, તેથી દષ્ટિના વિષયમાં પર્યાય નથી તે અહીં બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિનો વિષય સમ્યગ્દષ્ટિ નથી, દષ્ટિનો વિષય દૃષ્ટિ વિનાનું-પર્યાય વિનાનું દ્રવ્ય છે તોપણ નિશ્ચય-મોક્ષમાર્ગ સાધક હોવાથી તેને સદભૂત ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહ્યું છે. ૨૦૮.
* સ્વભાવથી એકત્વ અને રાગાદિ વિભાવથી વિભક્ત એવા આ જ્ઞાયક ભગવાનને હું શુદ્ધાત્મસ્પર્શી નિજ વૈભવ વડ દેખાડું છું; જો હું દેખાડું તો તમે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com