________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] હાથ-પગને હલાવતો નથી. શરીર જમીનને અડતું જ નથી. આવી વસ્તુની સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાની હા પાડતાં, લત પડતાં હાલત થાય છે. ર૬૭.
* નિમિત્ત તારામાં છે નહીં, વિકાર તારામાં છે નહીં પણ નિર્મળ પર્યાય પણ તારી ધ્રુવ ચીજમાં છે નહીં એમ દષ્ટિને અવ્યક્ત ઉપર લઈ જવી છે. વાત સૂક્ષ્મ છે પણ આ સમયે છૂટકો છે, બાકી બધું થોથા છે. બાહ્ય ચીજ તો તારામાં છે જ નહીં,
સ્ત્રી-પુત્ર આદિ તો તેના કારણે આવ્યા છે, તે તારામાં નથી ને તારા કારણે આવ્યા નથી પણ દયા-દાન આદિ કે હિંસા-જૂઠું આદિ એ પણ તારી ચીજમાં નથી. પરંતુ અહીં તો એમ કહે છે કે જે નિર્મળ પર્યાય છે તે ક્ષણિક છે, તે પણ તારામાં નથી, તેની ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર, પણ જ્યાં ધ્રુવતત્ત્વ બિરાજે છે ત્યાં નજર કરને! સુખી થવાનો આ એક જ માર્ગ છે. ર૬૮.
* જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી તેટલો કાળ જીવ રાગાદિ સાથે વ્યાયવ્યાપકપણે પરિણમે છે એટલે કે ત્યાં સુધી અજ્ઞાનીજીવ કર્તા ને રાગાદિ કાર્ય એમ પરિણમે છે. જ્ઞાની રાગનો બિલકુલ કર્તા નથી પણ જ્યાં સુધી અજ્ઞાનીને આત્માનું ભાન નથી ને વિકારનો કર્તા પુદ્ગલકર્મ છે એમ માને છે તેની સામે આ વાત છે કે
જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી વિકારનો કર્તા જીવદ્રવ્ય છે. જીવદ્રવ્ય એટલે? ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ ચિઘન આનંદકંદ જ છે, તે વિકારી કે અવિકારી પર્યાયનો કર્તા નથી તેથી અહીં જીવદ્રવ્યનો અર્થ તે સમયની જીવની પર્યાય કર્તા છે, કેમ કે પર્યાયના પટ્ટરકોથી પર્યાય કર્તા છે ને પર્યાય કર્મ છે. ર૬૯.
* એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાના પકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા કયારે થાય? –કે એનું લક્ષ ને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા ! શું વીતરાગની વાણી ! ચારેકોરથી એક સત્ જ ઊભું થાય છે. ૨૭).
* પર્યાયબુદ્ધિ છોડકર જ્ઞાયકકી પ્રતીત કરના વહુ ક્રમબદ્ધકા ફલ હૈ. ૨૭૧. * શ્રોતા – આત્માનો મહિમા કેવી રીતે આવે ?
પૂજ્ય ગુરુદેવ - આત્મા વડુ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે, એ આખું પૂર્ણતત્ત્વ ત્રિકાળી અતિરૂપ છે, એનું સ્વરૂપ એનું સામર્થ્ય અગાધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com