________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ]
[ ૭૫
* ચાર શરણમાં આત્મા જ શરણરૂપ છે. ચિચૈતન્યચંદ્રમાં સત્ સ્વરૂપ છે, શાશ્વત છે, ઇ ૨ચે કોને ? જ્ઞાનની સૃષ્ટિને ઇ કરે છે અને રચે છે. ઇ જ્ઞાનની સૃષ્ટિને રચતાં રચતાં કેવળજ્ઞાન થઈ જાય છે. ૩૧૮.
* શાસ્ત્ર સાંભળવામાં, વાંચવામાં પણ એણે લક્ષ એમ કાઢવાનું છે કે આનાથી આત્મામાં નહીં જવાય. એમ એણે નિર્ણય કરવાનો છે. શુભ આવે ખરો, હોય ખરો, પણ એનું લક્ષ શુભ ઉપર હોતું નથી, શુદ્ધ દ્રવ્ય ઉ૫૨ એનું લક્ષ હોય છે. સાંભળવાનો હેતું પણ સાંભળવાનું લક્ષ છોડવા માટે સાંભળે છે. ૩૧૯.
* ધર્મનું ઉદ્ધતજ્ઞાન નથી ગણતું નિમિત્તને, નથી ગણતું રાગને, નથી ગણતું દેવ-શાસ્ત્ર-ગુરુને કે નથી ગણતું તેમના તરફની વૃત્તિને. ત્રણલોકના નાથે એમ કહ્યું છે કે અમારી સામે જોવું છોડી દે... મારે કોઈનું આલંબન લેવું પડે એવો હું નથી. એક સમયની પર્યાયને પણ ધર્મીનું ઉદ્ઘતજ્ઞાન આદર કરતું નથી, પોતાના અખંડ સ્વભાવ સિવાય કોઈને એ ઉદ્ધતજ્ઞાન ગણતું નથી. ૩૨૦.
* જ્ઞેયનો સ્વભાવ જ્ઞાનને લલચાવવાનો નથી. જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયમાં લલચાવાનો નથી. છતાં અહ્વરથી લલચાય જવાનો ભાવ ઊભો કરે છે તે અજ્ઞાન છે. જ્ઞાનનું શેય છે તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, તેને બદલે ઠીક-અઠીકની માન્યતા ઊભી કરે છે, તેણે જ્ઞેયને જ્ઞેયપણે માન્યું નથી. ૩૨૧.
* સમયસાર ગાથા ૧૧ના ભૂતાર્થ અભૂતાર્થ બાબત સ્પષ્ટતા કરતાં પૂજ્યશ્રીએ કહ્યું કે દ્રવ્યમાં પર્યાય નથી તે વાત અહીં નથી પણ અહીં તો પર્યાય છતી સતરૂપે છે, તેને દ્રવ્યની દૃષ્ટિ કરાવવાના પ્રયોજનની મુખ્યતાથી પર્યાય અસ્તિરૂપ છે તેને ગૌણ કરીને પર્યાય છે જ નહીં તેમ કહી દીધું છે. પર્યાય તે વિશેષરૂપ છે અને વિશેષનો આશ્રય (-દષ્ટિ) કરવાથી વિષમતારૂપ મિથ્યાત્વ થાય છે. તેથી તેને ગૌણ કરાવીને પર્યાય છે જ નહીં તેમ કહીને દ્રવ્યની મુખ્યતા કરીને દૃષ્ટિમાં દ્રવ્યને લેવાની મુખ્યતાનું પ્રયોજન સિદ્ધ કર્યું છે. ૩૨૨.
* દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો શુભરાગ જ્ઞાનીને આવે છે તે “ અશુભ વંચનાર્થે ” એટલે કે અશુભથી બચવા માટે આવે છે. પણ જેને સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી તેને તો મિથ્યાત્વ પડયું છે તેથી તે અશુભથી બચશે શું? પણ ધર્મી જીવને દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે તેને અશુભથી બચવા શુભ રાગ આવે છે તેમ કહેવાય છે. ૩૨૩.
* દેવ-શાસ્ત્ર-ગુરુની સાથે એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે અને તેની તરફના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com