________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૭૪ ]
જ જુદું જુદું... આનંદનું સ્ફૂરણ આવે તે તારી જાત છે, વિકલ્પ ઊઠે તે તારી જાત નથી. ૩૧૦.
* અંદરમાં ગુણ-ગુણી ભેદનો વિકલ્પ ઊઠે ઈ પણ કોલાહલ અને કકળાટ છે. બીજાને સમજાવી દઉં એ કકળાટ છે. પ્રભાવનાનો વિકલ્પ ઊઠયો ઇ પણ કોલાહલ છે. આવો વિકલ્પ હોય તો ઠીક ઇ રહેવા દે! હઠ ન કર! ધીરો થઈને ચૈતન્ય જ્ઞાયક છે એને જો. જેટલા વિકલ્પો ઊઠે છે-શુભ-અશુભ તે મને લાભદાયક છે તે મિથ્યાત્વભાવ છે. ૩૧૧.
* વસ્તુ શુદ્ધ હૈ, અભેદ હૈ, એક હૈ, લેકિન કિસકો ? કિ જિસકો જ્ઞાનમેં ઔર પ્રતીતમેં આયા હૈ ઉસકો શુદ્ધ હૈ. વૈસે હી શુદ્ધ-શુદ્ધ ઐસે નહીં. અપની તરફ ઝૂકે બિના તુજે શુદ્ધ નહીં. બોલનેમેં આયા ઉસકો નહીં, લેકિન અપના સેવનમેં આયા તો ઉસ સેવનકે દ્વારા આત્મા શુદ્ધ હૈ ઐસા જાનને મેં આયા. ૩૧૨.
* આ તો અનાદિથી નહીં કરેલું કાર્ય છે. આ તો બહુ જ શાંતિ અને ધીરજનું કાર્ય છે. એક બાજુનો પક્ષઘાત થઈ જવો જોઈએ કે શરીર-વાણી-મન-વિકલ્પ એ મારું જીવન જ નથી. ૩૧૩.
* અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય સર્વજ્ઞસ્વભાવને સામે રાખીને જ થઈ શકે છે. પર્યાયમાં તો સર્વજ્ઞતા છે નહિ અને બીજા સર્વજ્ઞ તો પર છે. તેથી તેને સામે રાખીને નિર્ણય થઈ શકે નહિ પણ પોતાના સર્વજ્ઞસ્વભાવને સામે રાખીને અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. ૩૧૪.
* સ્વચ્છત્વ શક્તિના લઈને જ્ઞાનમાં રૌદ્રધ્યાનના પરિણામ જણાયા ત્યાં સ્વચ્છત્વ શક્તિમાં કાંઈ અશુદ્ધતા આવી જતી નથી. અરીસામાં અગ્નિ જણાવાથી અરીસામાં ઉષ્ણતા આવી જતી નથી. અશુદ્ધતા જણાતાં જ્ઞાન પણ અશુદ્ધ થઈ જતું નથી, તે જ્ઞાનને જે છોડવા માગે તે સ્વચ્છત્વ શક્તિને સમજ્યો નથી. ૩૧પ.
* પરલક્ષી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે તે જીવને લૂંટીને ઉત્પન્ન થાય છે. શુભાશુભ પરિણતિ એ ચૂડેલ છે, એને અડીશ નહિ. ૩૧૬.
* ભગવાન તીર્થંકર કહે છે કે મને તો તું ભૂલી જા, મારા પ્રત્યેના રાગને તો તું ભૂલી જા, પણ તારામાં જે ગુણભેદ પડે છે તેને પણ તું ભૂલી જા. અભેદ વસ્તુના અનુભવમાં જા. ભેદષ્ટિમાં તો આકુળતાનો સ્વાદ આવશે. તારા ગુણભેદને લક્ષમાં રાખીશ ત્યાં સુધી આકુળતાનો અનુભવ થશે. આનંદનો અનુભવ નહીં થાય. ૩૧૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com