________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શક્તિસ્વભાવ તરફ લક્ષ જાય છે ત્યાં હું પણ એવો જ સર્વજ્ઞ છું એમ પ્રતીત આવતાં જ આ વાત તેને બેઠી છે. ૨૮૮.
* પર્યાયમાં અકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહિ એમ નક્કી કરવા જાય ત્યાં એની દષ્ટિ ધ્રુવ ઉપર જ જાય છે અને એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને ત્યારે જ પર્યાયના અકાળનું સાચું જ્ઞાન થાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થયા અને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલાં મોડાનો પ્રશ્ન જ ક્યાં છે? ૨૮૯.
* અહો ! આ આત્મા સર્વજ્ઞસ્વભાવી જ છે. જાણવું... જાણવું... જાણવું... જ જેના અંતરતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મન-વિકલ્પો આદિ બધું જણાય છે એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કરી ને કર્તાબુદ્ધિ છોડી દે! ૨૯૦.
* આત્માર્થી:- આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો ?
પૂજ્ય ગુરુદેવ - પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અદ્ધરથી જ ચાલે કે હું આવો છું... ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું. વિગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું.. આ હું.. એમ ઘોલન ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય.. સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય આ ગુણ, આ પર્યાય... આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા-ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં. અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? .. આનો અભ્યાસ વારંવાર જોઈએ. ર૯૧.
* પહેલી આ શરત છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં, મારે એક આત્મા જ જોઈએ. એવો દઢ નિશ્ચય હોવો જોઈએ. દુનિયાની કોઈ ચીજ, પૈસા આબરૂ આદિ કાંઈ નહીં પણ એક આત્મા જ મારે જોઈએ. એવો દઢ નિશ્ચય થવો જોઈએ. આવો જેને દઢ નિશ્ચય હોય તેણે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડયે જ છૂટકો છે. પુરુષાર્થ વિના પ્રાપ્તિ નથી. ક્રમબદ્ધ પ્રમાણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com