________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ]
[૬૧
* જે આત્મા છે તેમાં પરના કર્તા-કર્મ આદિ ષટ્કારકો નથી, રાગના ષટ્કારકો તેમાં નથી ને એની નિર્મળ પર્યાય છે તેના ષટ્કારકોથી પણ પાર એવો આત્મા તે હું છું. નિર્મળ પર્યાયના ષટ્કારકોથી મારી ચીજ ભિન્ન છે. ૫૨ના કર્તાપણાની કે રાગના કર્તાપણાની વાત તો કયાંય રહી પણ નિર્મળ પર્યાયના ષટ્કારકોની પ્રક્રિયાથી ભિન્ન મારી ચીજ છે. જ્ઞાયકસ્વરૂપ અબદ્ધસ્વરૂપ આત્મા પર્યાયના ષટ્કા૨કોથી ભિન્ન છે. મોક્ષમાર્ગના ષટ્કારકો છે તે દ્રવ્યસ્વભાવમાં નથી. મોક્ષમાર્ગની પર્યાયના એક સમયના ષટ્કારકોની પ્રક્રિયાથી પા૨-ભિન્ન નિર્મળ અનુભૂતિ-ત્રિકાળી અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે હું શુદ્ધ છું. ૨૫૯.
* શ્રોતા:- પરની પર્યાયને તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે
નહિ?
પૂજ્ય ગુરુદેવઃ- પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો એ જ્ઞાતાદષ્ટા જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમ કથન આવે, કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દૃષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદષ્ટા જ છે. જ્ઞાતાદષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. ૨૬૦.
*વિકલ્પનો ભાગ પણ ક્રમસર થાય છે, પણ જ્યાં તેના કાળક્રમે નીકળે છે ત્યાં મેં કર્યો એમ એને ભ્રમ પડી જાય છે. ૨૬૧.
* રાગમિશ્રિત નિર્ણયથી નિર્વિકલ્પ થતો નથી પરંતુ નિર્વિકલ્પ થતાં પહેલાં વિકલ્પથી કેવો નિર્ણય કરે છે તે કહે છે. પ્રથમ શું કરે? -કે પ્રથમ રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરે કે જ્ઞાનસ્વરૂપ આત્મા છું. સર્વજ્ઞદેવે કહેલાં ૫૨માગમથી નિર્ણય કરે છે કે જ્ઞાન તે હું છું, ગુરુ પાસેથી સાંભળીને નિર્ણય કરે છે કે જ્ઞાન તે હું છું. હજી સમ્યગ્દર્શન થયું નથી પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તેવી ધગશવાળો આંગણે ઊભેલો જીવ પ્રથમ એમ નિર્ણય કરે છે કે દયા-દાનના ભાવ વિકાર છે, તે મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનસ્વભાવ આત્મા છું. જાણવાના સ્વભાવવાળો અનાદિ-અનંત છું, -આવો વિકલ્પ તે પણ હું નથી. હું જ્ઞાનસ્વભાવ આત્મા છું. પહેલાં વિકલ્પ દ્વારા આવો નિર્ણય કરે છે. ૨૬૨.
* જ્ઞાનનું ને રાગાદિનું એક સાથે ઊપજવું થાય છે તે ચૈત્યચેતક ભાવની એટલે કે શૈયજ્ઞાયકભાવની અતિ નિકટતાને લીધે જ થાય છે, પરંતુ તેઓ એકદ્રવ્યપણે છે માટે થાય છે એમ નથી. દીપક દ્વારા પ્રકાશવામાં આવતાં ઘટ-પાદિ દીપકને જ પ્રકાશે છે એટલે કે ઘટ-પટાદિ દીવાના પ્રકાશને જ જાહેર કરે છે. દીવો પોતાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com